ગોંડલના સુલતાનપુર ગામે વર્ષ 2021 માં યોજાયેલ ગ્રામપંચાયતનીચુટણીમાં વોર્ડ નંબર 7 ના ઉમેદવાર જીતેલા હોવાછતાં હારેલા જાહેર કરતાં ઉમેદવારે પોતાના એડવોકેટ મારફત ઈલેક્શન પીટીશન દાખલ કરેલ હતી જે કેસ ચાલી જતાં ચુટણી અધિકારી નુ પરિણામ રદ કરતો હુકમ કરતાં ચકચાર મચી જવા પામી છે
વર્ષ 2021માં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જીતેલા ઉમેદવારને હારેલા જાહેર કરતા કોર્ટમાં માંગેલી દાદમાં દુધનું દુધ અને પાણીનું પાણી
આ કેસની વિગત મુજબ વર્ષ 2021 માં યોજાયેલી ગ્રામ પંચાયતની ચુટણી માં વોર્ડનં 7 સવિતાબેન ગોરધનભાઈ ગોંડલીયાએ ઉમેદવારી નોંધાવી હતી તેમના હરીફ ઉમેદવાર તરીકે નેહલબેન મયુરભાઈ વૈષ્ણવે ઉમેદવારી કરી હતી મતદાન બાદ ચુટણી અધિકારી દ્વારા મત ગણના કરવામાં આવતાં સવિતાબેનને 158 મત અને નેહલબેન ને 116 મત મળ્યાં હોવાનું જાહેર થયું હતું પરંતુ ચુટણી અધિકારીએ મત ગણતરી વખતે જાહેર કરેલ પરિણામ નોટીસ બોર્ડ ઉપર લગાડેલ નહી જેમને કારણે ઉપ સરપંચની ચુટણીના એજન્ડા નીકળેલ ત્યાં સુધી લેખીત પરિણામ ની જાણ સુલતાનપુર ગામે થયેલ ન હતી ચુટણી એજન્ડા જીતેલા ઉમેદવાર ને નહી મળતાં પરિણામ ની તપાસ કરતાં જાણવા મળ્યું કે જીતેલા હોવાછતાં ફોર્મ 28 માં હારેલા બતાવવામાં આવતાં પોતાને મળેલ મત 158 ની બદલે 108 અને હારેલા ઉમેદવાર ને 166 મત મળ્યાં હોવાનું જાણ થતાં ચુટણી પરિણામ માં ગોટાળો થયો હોવાનું બહાર આવતાં સવિતાબેન એ પરિણામ રદ કરવા ઈલેક્શન પીટીશન ગોંડલ કોર્ટમાં દાખલ કરેલ જે કેસ બીજા અધિક સીવીલ જજ આર.એસ.રાઠોડની કોર્ટમાં ચાલી જતાં તમામ આધાર પુરાવા અને દલીલો ધ્યાને લઈને મતોનુ ઈન્સ્પેક્શન કરાવેલ મત ગણતરી ફરીથી થતાં સવિતાબેનને 158 અને નેહલબેન ને 116 મતો નિકળતા સવિતાબેનને વિજેતા જાહેર કરેલ ચુટણી અરજી કરવાની જે સમય મર્યાદા છે તે બાબત મહત્ત્વપૂર્ણ નિર્ણય આપેલ પરિણામ નોટીસ બોર્ડ લગાડવામાં આવે ત્યારથી સમય મર્યાદા લાગું પડે નહી કાયદામાં બતાવે 15 દિવસ મહત્ત્વપૂર્ણ ચુકાદો આપી અરજી મંજુર કરેલ હતી આ કેસમાં અરજદારના એડવોકેટ તરીકે એન.એમ.અગ્રાવત. જયેશ અગ્રાવત તથા અમરીશ અગ્રાવત રોકાયેલા હતાં કોર્ટએ પરિણામ રદ કરતાં સુલતાનપુર ગામમાં ચકચાર મચી જવા પામી હતી