સરપંચ દ્વારા વીડિયો મારફતે ગ્રામજનોને કરાય જાણ: સોશિયલ મીડિયા માટે રીલ બનાવતા હોવાની શંકા !!
ગોંડલ તાલુકાના સુલતાનપુરમાં છેલ્લા કેટલાક દિવસોથી વિચીત્ર ઘટના જોવા મળે છે. શાળાઓની નજીક તેમજ શેરી- ગલીઓમાં રમતા બાળકોનો અમુક શખ્સો દ્વારા વિડીયો ઉતારવામાં આવે છે. આ શખ્સો બહારથી ગાડી લઈને આવતા હોવાનું ગામમાં ચર્ચાય છે.
આ મામલે સુલતાનપુર ગ્રામ પંચાયતના સરપંચ દામજીભાઈ ગોંડલીયાએ એક વિડીયો થકી ગ્રામજનોને જણાવ્યું હતું કે ગામમાં સવારે વાલીઓ તેના બાળકોને શાળાએ મુકવા જાય ત્યારે ખાસ ધ્યાન રાખે બસ સ્ટોપ અને તેની આજુબાજુ તેમજ શાળા નજીક છેલ્લા કેટલાક દિવસોથી એક ગેંગ ફરી રહી છે.
જે બાળકોને વિડીયો ઉતારે છે અને ફોટા પણ પાડે છે. આ બહારથી આવતી ગેંગ મનાય છે. જે આખા ગામમાં ફરે છે.જેથી બાળકોનું ખાસ ધ્યાન રાખવું. કોઈ અણ બનાવ ન બને તેની ખાસ તકેદારી રાખવી આવો કોઈપણ બનાવ કે બહારના કોઈ વ્યકિત ઉપર શંકા જાય તો તેને પકડી લેવો.આ મામલે તંત્ર પણ ગંભીરતા લઈ યોગ્ય કરે તેવી ગ્રામવાસીઓએ માંગણી કરી છે.