સુજોક થેરાપીની રાજયકક્ષાની 25મી પરિષદ સંપન્ન

દવા વગરની વૈકલ્પિક ચિકિત્સા પધ્ધતિઓમાં લોકપ્રિય એવી સુજોક થેરાપીની માતૃસંસ્થા ઇન્ટરનેશનલ સુજોક એસોસિએશન દ્વારા રાજકોટમાં એક રાજ્ય કક્ષાની કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રકારની 25મી પરિષદ હોઇ, સિલ્વર જ્યુબિલીની પણ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સમગ્ર ગુજરાતમાંથી નિષ્ણાત ચિકિત્સકોએ ભાગ લીધો હતો. અલગ-અલગ વિષયો પર નિષ્ણાતોએ વક્તવ્યો આપ્યા હતા. રાજકોટના ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા. તેમણે હાજર ચિકિત્સકોને આ થેરાપી આટલી અસરકારક હોઇ, તેનો પ્રચાર-પ્રસાર કરી લોકોમાં આ પધ્ધતિ પ્રત્યે જાગૃતિ આવે તેવા પ્રયત્નો કરવા જણાવ્યું હતું.

આ પધ્ધતિ દ્વારા ફક્ત હાથના પંજામાં ચોક્કસ જગ્યાએ દબાણ આપી દુ:ખાવા દૂર કરી શકાય છે. આંગળીઓ પર સ્કેચપેનના કલર કરીને પાચન સુધારી શકાય છે. હથેળીના ચોક્કસ ભાગ પર અનાજના દાણા બાંધીને ગેસ/એસિડિટી દૂર કરી શકાય છે.  આ પધ્ધતિનો પધ્ધતિસરનો અભ્યાસ કોઇપણ વ્યક્તિ કરી શકે છે. આ થેરાપીના નિ:શુલ્ક કાર્યક્રમો કરવા તેમજ વધુ વિગત માટે સંસ્થાના તપન પંડ્યા (98798 41048)નો સંપર્ક કરી શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.