મિશન જાગૃતમ્ ફાઉન્ડેશનની જાહેર અપિલ
નવરાત્રિ જેવા તહેવારોમાં હૃદ્ય સંબંધી સમસ્યામાં સુજોક થેરાપીનો ઉપયોગ કરવા અનુરોધ
છેલ્લા કેટલાક સમયથી નાની ઉંમરમાં પણ હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે. હાલ નવરાત્રીના દિવસોમાં ગરબા રમતા, આવા અણબનાવો ન બને તે માટે સરકાર વિવિધ સંસ્થાઓ અને રાસોત્સવના આયોજકો પણ પ્રયત્નશીલ થયા છે.
જ્યારે હૃદય કે શ્ર્વાસ બંધ થવાનું જણાય તો પ્રાથમિક સારવારમાં સીપીઆરની સારવાર આપવાની હોય છે. જેના માટે સામાન્ય પ્રશિક્ષણની પણ આવશ્યકતા હોય છે. કાર્યક્રમ અને પુસ્તક પ્રકાશન દ્વારા સ્વાસ્થ્ય જાગૃતિ માટે કાર્ય કરતી જાણીતી સંસ્થા મિશન જાગૃતમ્ ફાઉન્ડેશન દ્વારા સુજોક થેરાપીના માધ્યમથી ફક્ત હાથના પંજામાં જ ઓ સારવાર આપી શકાય તે માહિતી લોકો સુધી પહોંચે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
જો ગરબા રમતા હૃદ્ય સંબંધી કોઈ સમસ્યા ઊભી થાય તો સાથે રહેલ કોઈ વ્યક્તિ, દર્દીને ઈમરજન્સી તબીબી સારવાર ન મળે ત્યાં સુધી ફક્ત હાથના પંજામાં જ સુજોક સીપીઆરની સારવાર આપી શકે છે. હાથના પંજામાં હૃદય પોઇન્ટનું સ્થાન દર્શાવેલ છે, તે જગ્યા પર સતત ભારપૂર્વકનું દબાણ આપી શકાય છે. પુરૂષ દર્દી માટે ડાબા હાથમાં અને સ્ત્રી દર્દી માટે જમણા હાથમાં સારવાર વધુ યોગ્ય છે. વધુ જાણકારી માટે સંસ્થાના તપન પંડ્યા (98798 41048)નો સંપર્ક કરવા જણાવાયું છે.