રણજિત વિલાસ પેલેસમાં યોજાયું ક્ષત્રિયોનું સંમેલન
દેશમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. અનેક ચર્ચા થાય છે. મારે તમને કેટલીક મહત્વની વાતો કરવી છે. સવાલ કરું કે વ્હાય બીજેપી અગેઈન, ભાજપને સત્તા ફરી વાર શા માટે? નરેન્દ્રભાઈ ફરીથી વડાપ્રધાન શા માટે? એક નહીં અનેક કારણ છે. આજે અહીં આ સુરાષ્ટ્ર નિર્માણ સંકલ્પ સંમેલનના માધ્યમથી મારે કહેવું છે કે અમે ભાજપે કંઈક એવું સિધ્ધ કર્યું છે જે દેશની ઉન્નતિ માટે છે હિત માટે છે.
એટલા માટે નરેન્દ્રભાઈ ફરીથી વડાપ્રધાન બને એ આવશ્યક છે. આ ઉદગાર હતા રાજયના શિક્ષણમંત્રી, વિચક્ષણ વ્યક્તિ અને ક્ષત્રિય સમાજના મોભી એવા ભુપેન્દ્રસિંહજી ચુડાસમાના. રાજકોટના રાજ પરિવારના નિવાસ સ્થાન-રણજિત વિલાસ પેલેસના પટાંગણમાં બુધવારે સાંજે મળેલા ક્ષત્રિય સમાજના સંમેલનમાં એમણે ફકત તાર્કિક નહીં પરંતુ માર્મિક અને વાસ્તવિક મુદ્દાની છણાવટ કરી હતી.
સુરાષ્ટ્ર સંકલ્પ સંમેલનને સંબોધન કરતા ભાજપના મહિલા અગ્રણી અંજલીબે રૂપાણીએ કહ્યું કે પૌરાણિક કાળથી ક્ષત્રિયો-રાજાઓ દેશનું રક્ષણ કરતા આવ્યા છે. આજના સમયમાં નરેન્દ્રભાઈ મોદી દેશનું રક્ષણ કરે છે એટલે એ પણ ક્ષત્રિય કહેવાય ને આપણી સેનામાં પણ ક્ષત્રિયો મોટી સંખ્યામાં છે.
ગરિમાપૂર્ણ ક્ષત્રિય સંમેલનમાં રાજકોટ દક્ષિણના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, પરાક્રમસિંહ જાડેજા, હરિચંદ્રસિંહ જાડેજા-માખાવડ, આર.પી.જાડેજા, પ્રવિણસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા, યુવરાજસિંહ રાણા, ધ્રુવકુમારસિંહ જાડેજા, અજિતસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ ઝાલા, દિવ્યરાજસિંહ ગોહિલ, સુરેન્દ્રસિંહ વાળા, આર.એમ.જાડેજા, ક્રિપાલસિંહ જાડેજા, ભરતસિંહ જાડેજા, મોહનસિંહ જાડેજા, એમ.બી. જાડેજા સહિતના અગ્રણીઓ અને બહોળા પ્રમાણમાં ક્ષત્રિયો ઉપસ્થિત રહ્યાં હતા. સૌએ ભાજપના ઉમેદવાર મોહનભાઈ કુંડારીયાને વિજેતા બનાવવા સંકલ્પ દોહરાવ્યો હતો. કાર્યક્રમનું સંચાલન બહાદુરસિંહ જાડેજાએ કર્યું હતું.