રાજય સરકાર દ્વારા સુજલામ સુફલામ યોજના અન્વયે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સાબલપુર ખાતે ભોલેશ્વર તળાવ નવસાધ્ય થતા નવા નીર આવતા તેના વધામણા આજ રોજ માન. શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાંના હસ્તે મેયરશ્રી આધાશકિત મજમુદાર, કમિશનરશ્રી પ્રકાશ સોલંકી, ડે.મેયર ગીરીશભાઈ કોટીયા, શાસક પક્ષ નેતા પુનીતભાઈશમાં ની ઉપસ્થીતીમાં કરવામાં આવેલ છે.
શહેરમાં આવેલ સાબલપુર ખાતે લોલેશ્વર તળાવ માથી ૨૮, ૭૦૦ ઘન મીટર માટી કાઢવામાં આવેલ છે. જેની પાણી
સંગ્રહ ક્ષમતા ૨૮,૭ એમ.એલ.ડી વધવા પામેલ છે, તળાવ ઉંડુ થવાથી આજુબાજુના રહેણાક તથા ઔધોગિક વિસ્તારમાં ભુગર્ભ જળનું સ્તર ઉચુ આવેલ છે. વરસાદી પાણીથી ભોલેશ્વર તળાવ સંપુર્ણ ભરાયેલ છે.
રાજય સરકારશ્રી દ્વારા સમગ્ર ગુજરાત રાજયમાં સુજલામ સુફલામ યોજના અંર્તગત જળ સંચય અભીયાન હાથ ધરવામાં
આવેલ છે. જેના ભાગ રૂપે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા કોર્પોરેશન વિસ્તારમાં ૩ તળાવ, ૨- ચેક ડેમ ઉડા ઉતારવાની કામગીરી હાથ કરવામાં આવેલ છે,તમામ તળાવો માંથી માટીનો જથ્થો પ૯ ૨૦૦ ઘન મીટર નીકળેલ છે. જેમાં પ૯.૨ એમ.એલ.ડી પાણી સંગ્રહ ક્ષમતામાં વધારો થયેલ છે. જેની ફલ થતી સ્વરૂપે ચોમાસા દરમીયાન તમામ તળાવ, ચેકડેમોવરસાદી પાણીથી ભરાયેલ છે.
જુનાગઢ શહેરમાં સારો વરસાદ થતા નવ સાધ્ય લોલેશ્વર તળાવ માં નવા નિરના વધામણા આસી. કમિશનર શ્રી જયેશભાઈ વાજા, કાર્યપાલક ઈજનેર વોટર વર્કસ શ્રી અલ્પેશભાઈ ચાવડા, શહેર ભાજપ પ્રમુખશ્રી કરવામાં આવેલ આ તકે કોપોરેટરશ્રી ભુપતભાઈ શેઠીયા, કોર્પોરેટરશ્રી સંજયભાઈ કોરડીયા, ડે. કમિશનર શ્રી એમ. કે. નંદાણીયા, શશીભાઈ ભીમાંણી, શ્રી પ્રદિપભાઈ ખીમાણી, શ્રી ભરતભાઈ શીંગાળા, ડો. પાર્થ ગણાત્રા તથા સાધુ સંતો ઉપસ્થીત રહયા હતા.