પાણીની સમસ્યાને ભુતકાળ બનાવવા ગ્રામજનો સ્વયંભૂ જળસંચય અભિયાનમાં હર્ષોલ્લાસ સાથે જોડાયા

પડધરી તાલુકાના ફતેપર ગામે સુજલામ-સુફલામ જળસંચય અભિયાન અંતર્ગત ફતેપર ગ્રામ પંચાયત દ્વારા તળાવ ઉંડા ઉતારવાની કામગીરી થઈ રહી છે. જેમાં એ.પી.એમ.સી રાજકોટ માર્કેટીંગ યાર્ડ, ફતેપર દુધ ઉત્પાદક મંડળી, માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ સરપંચ શૈલેષભાઈ ગજેરા તથા ઉપસરપંચ નિરજભાઈ ડોબરીયાના સહયોગથી કામગીરી શ‚ કરવામાં આવી છે.

તેમજ આ અભિયાનમાં ફતેપર ગ્રામ પંચાયતના સદસ્ય પા‚લબેન કિશોરભાઈ હાપલીયા, પુરીબેન બાબુભાઈ ડાંગર, જલ્પાબેન પરબતભાઈ મેંદપરા, ગીતાબેન જગદીશભાઈ ડોબરીયા, રમેશભાઈ મેંદપરા, નાગજીભાઈ કચરાભાઈ વસોયા, જગદીશભાઇ અરજણભાઈ વેકરીયા તેમજ દુધ ઉત્પાદક મંડળના પ્રમુખ, વલ્લભભાઈ જાદવભાઈ ગજેરા, ઉપપ્રમુખ ઘોઘાભાઈ ડોબરીયા, મંત્રી રાજેશભાઈ ગજેરા તેમજ માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ વિજયભાઈ ડોબરીયા તથા ગામના ખેડુત પ્રવિણભાઈ ડોબરીયા, પરબતભાઈ મેંદપરા, આશિષભાઈ ગજેરા, હિરેનભાઈ ડોબરીયા તેમજ ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા છે.

સુજલામ-સુફલામ જળસંચય અભિયાનનો લાભ લેતા સમગ્ર ગ્રામજનોએ સરકાર અને પંચાયતના આ કાર્યોમાં હર્ષોલ્લાસ સાથે વધાવ્યું છે. ગામના ઉપસરપંચ નિરજભાઈ મગનભાઈ ડોબરીયાના જણાવ્યા મુજબ અત્યાર સુધીની ગામની મુખ્ય સમસ્યા સિંચાઈ તેમજ પીવાના પાણીની છે.

ભુતકાળમાં ફતેપર ગામમાં પીવાના પાણીના મોટી સમસ્યાઓ સર્જાઈ હતી પણ પાણી પહેલા પાળ બાંધવી એ કહેવત મુજબ ગ્રામ પંચાયતે આવતા વર્ષની જળ સમસ્યા ધ્યાને લઈ આગોતરું આયોજન કરેલ છે. જેમાં ગામનું એકો માત્ર પાણીનું મુખ્ય સ્ત્રોત એવું ગામનું તળાવ જે ઉંડુ કરી પાણીનો વધુ સંચય થાય તે માટે તળાવ ઉંડુ કરવાની કામગીરી સુજલામ સુફલામ જળ સંચય અભિયાન દ્વારા શ‚ કરવામાં આવી. આ અભિયાન દ્વારા તળાવની સંગ્રહ ક્ષમતા વધશે. તેમજ તેમાંથી નીકળતી માટી ખેડુતને પોતાના ખેતરમાં બહુ ઉપયોગી થાય છે. રાજય સરકારના આ

અભિયાનને ગ્રામજનો દ્વારા બિરદાવ્યું છે. આ અભિયાનમાં પરિણામ સ્વ‚પ ગામને પીવાના પાણીની અછત ભુતકાળ બનશે. તેમજ ગુજરાતના અનેક ગામો અને શહેરો પાણીદાર બનશે. આ જળસંચય અભિયાનની સંપૂર્ણ માહિતી નાયબ કાર્યપાલક ઈજનેર જે.વી.માકડીયા, ખુંટ તેમજ પડધરી તાલુકાના ટીડીઓ સરવૈયા તેમજ ગામના ત.ક.મંત્રી એન.એન.સરવૈયાએ આપી યોગ્ય દિશા આપી આ કાર્યને સફળતા અપાવી છે. જળસંચય અભિયાન રાજય સરકારની એક સમયસરની પહેલ છે જે અનેક ગામો અને શહેરો માટે આશીર્વાદ‚પ બની રહેશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.