પૂર્વ મંત્રીશ્રી ગોવિંદભાઇ પટેલ, સાંસદશ્રી રાજેશભાઇ ચુડાસમા સહિતનાં મહાનુભાવો ઉપસ્થિત રહશે, ૧૦૮ યુગલ જળ પૂજન કરશે

રાજ્યવ્યાપી જળસંચય અભિયાનનો તા. ૩૧ મે નાં રોજ સમાપન સમારોહ યોજાશે. જેનાં ભાગરૂપે તા. ૩૧ મે નાં રોજ સવારે ૦૯:૦૦ કલાકે ત્રિવેણીઘાટ સોમનાથ ખાતે ગીર-સોમનાથ જિલ્લા જળસંગ્રહ કાર્યક્રમનો સમાપન સમારોહ યોજાશે. જેમાં પૂર્વ મંત્રી અને ધારાસભ્યશ્રી ગોવિંદભાઇ પટેલ, સાંસદશ્રી રાજેશભાઇ ચુડાસમા, શ્રી ચુનીભાઇ ગોહેલ, જિલ્લા કલેકટરશ્રી અજયપ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અશોક શર્મા સહિતનાં જિલ્લાનાં અધિકારીઓ-પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.

સમાપન સમારોહનાં આયોજન માટે આજે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અશોક શર્માનાં અધ્યક્ષસ્થાને વેરાવળ ખાતે યોજાયેલ બેઠકમાં સમગ્ર કાર્યક્રમને આખરી ઓપ અપાયો હતો. આ પ્રસંગે ૧૦૮ યુગલ દ્વારા જળપુજન, નર્મદા કળસનું પુજન, જળસંગ્રહ, દસ્તાવેજી ચિત્ર, સુજલામ સુફલામ જળસંગ્રહ અભિયાન, જિલ્લાનું આગવું પ્રદર્શન સહિતનાં કાર્યક્રમો યોજાશે.

અધિક કલેકટરશ્રી એચ.આર.મોદીની ઉપસ્થિતિમાં યોજાયેલ બેઠકમાં શ્રી શર્માએ સિંચાઇ વિભાગનાં માર્ગ-મકાન તથા સબંધિત તમામ વિભાગનાં અધિકારીશ્રીઓને જવાબદારી સોંપી જળસંચય અભિયાનમાં સૈા ને સહભાગી થવા જણાવ્યું હતું. બેઠકમાં નાયબ કલેકટરશ્રી પ્રદિપસિંહ રાઠોડ, નાયબ  જિલ્લ પોલીસ વડાશ્રી પરમાર, સિંચાઇ કાર્યપાલક ઇજનેરશ્રી વ્યાસ, માર્ગ-મકાન કાર્યપાલક ઇજનેરશ્રી બી.પી.જોષી, ડો.બામરોટીયા સહિત સબંધિત વિભાગનાં અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.