જળ સંગ્રહ શકિતમાં 86199 લાખ ઘનફૂટનો વધારો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દૃષ્ટીવંત નેતૃત્વમાં આ વર્ષે યોજાયેલા સુજલામ સુફલામ જળ અભિયાનને અભૂતપૂર્વ સફળતા મળી છે.
મુખ્યમંત્રીએ 19 માર્ચ 2022ના દિવસે ગાંધીનગરના કોલવડા ગામેથી આ સુજલામ-સુફલામ જળ અભિયાનના પાંચમા તબક્કાનો પ્રારંભ કરાવીને રાજ્યમાં જળસંગ્રહ સ્ત્રોત વધારવા અને જમીનમાં પાણીના સ્તર ઊંચા લાવવાનો મહત્વપૂર્ણ સફળ અભિગમ અપનાવ્યો છે આ વર્ષે સતત પાંચમા વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાનની જ્વલંત સફળતાને પગલે જળસંગ્રહ ક્ષમતામાં 24,418 લાખ ઘન ફૂટ વધારો થયો છે
એટલું જ નહીં, અગાઉના ચાર વર્ષ એટલે કે 2018, 2019, 2020 અને 2021ના સુજલામ સુફલામ જળ અભિયાન કરતા પણ આ વર્ષે જળસંગ્રહ ક્ષમતા સૌથી વધારે છે.
આ અભિયાન અંતર્ગત 2018માં 18,515 કામો પૈકી 7,552 તળાવ ઉંડા કરી જળ સંગ્રહશક્તિમાં 13,500 લાખ ઘન ફૂટ વધારો કરવામાં આવ્યો હતો. 2019માં 11,901 કામો પૈકી 4,727 તળાવ ઉંડા કરી પાણીની સંગ્રહશક્તિમાં 10,053 લાખ ઘન ફૂટ વધારો કરવામાં આવ્યો હતો. કોરોના કાળમાં 2020માં લોક ડાઉનની કપરી પરિસ્થિતિમાં 11,072 કામો પૈકી 4,309 તળાવ ઉંડા કરી જળ સંગ્રહશક્તિમાં 18,511 લાખ ઘન ફૂટ વધારો કરવામાં આવ્યો હતો અને વર્ષ 2021માં 20,749 કામો પૈકી 4607 તળાવ ઉંડા કરી જળ સંગ્રહશક્તિમાં 19,717 લાખ ઘન ફૂટ વધારો કરવામાં આવ્યો હતો
છેલ્લા પાંચ વર્ષમાં કુલ 86,199 લાખ ઘન ફૂટ જળસંગ્રહ ક્ષમતા વધી છેરાજ્યમાં કુદરતી પાણીના સ્તર ઉંચા આવે તેમજ પાણીનો જળસંચય વધુને વધુ થાય તેનો લાભ નાગરિકો અને લાખો ખેડૂતોને થાય એ આશયથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણાથી હાથ ધરાયેલ રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળ અભિયાનને વ્યાપક જન પ્રતિસાદ સાંપડ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 19 માર્ચથી 07 જુન દરમિયાન સમગ્ર ગુજરાતમાં આ અભિયાનનું પાંચમુ સંસ્કરણ શરૂ કરાવ્યું હતું. તદઅનુસાર, રાજ્યમાં સુજલામ સુફલામ જળ અભિયાનના આ પાંચમા તબક્કામાં તા. 07 જુન સુધીમાં 17,464 કામો પૂર્ણ થયા છે.
આ અભિયાન હેઠળ આ વર્ષે રાજ્યભરમાં 5579 તળાવો ઊંડા કરવામાં આવ્યા, 4070 ચેકડેમોનું ડી-સીલ્ટીંગ, 3809 કિ.મી.લંબાઇમાં નહેરોની અને કાંસની સફાઇ કરવામાં આવી.
આ વર્ષે કચ્છ જિલ્લામાં સૌથી વધુ 1673 કામ થયા અને ઓછો વરસાદ ધરાવતા આ જિલ્લાની જળ સંગ્રહશક્તિમાં 6124 લાખ ઘન ફુટનો વધારો થયો છે તે પણ આ અભિયાનની એક આગવી સિદ્ધિ છે. વર્ષ 2018થી શરૂ થયેલા આ જળ અભિયાનમાં છેલ્લાં પાંચ વર્ષમાં રાજ્યભરમાં 26,981 તળાવો ઊંડા કરાયા છે. એ જ રીતે 16,291 ચેકડેમોનું ડી-સીલ્ટીંગ કરાયું અને 4,508ચેકડેમનું રિપેરિંગ કરવામાં આવ્યાં છે, આના પરિણામે જળસંગ્રહ ક્ષમતામાં કુલ 86,199 લાખ ઘનફૂટનો વધારો થયો છેઆ અભિયાનના પાંચ વર્ષ દરમ્યાન એટલે કે 2018, 2019, 2020 2021 અને 2022માં મનરેગા યોજના હેઠળ જનભાગીદારીથી તમામ જિલ્લાઓમાં 74,510 કામો પૂર્ણ કરી દેવાયા છે. 52263 કિ.મી.લંબાઇમાં નહેરોની અને કાંસની સફાઇ કરવામાં આવી છે. જેના પરિણામે રાજ્યભરમાં 177.74 લાખ માનવદિન રોજગારી ઉત્પન્ન થઇ છે.
આ તમામ કામગીરી એક દિવસમાં મહત્તમ 851 જેટલા એક્ષકેવેટર, 750 ટ્રેક્ટર-ડમ્પરો દ્વારા હાથ ધરવામાં આવી હતી.