શનિવારે પબ્લિક અવેરનેસ અને મોટીવેશન પ્રોગ્રામ ફોર સ્ટુડન્ટ પ્રોગ્રામ યોજાશે
‘આપઘાત નિવારણ દિન’ના દિવસે અમદાવાદમાં ‘સાથ’ સંસ્થા અને માનવ ગૌરવ પ્રતિષ્ઠાન ઠાકરશી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તારીખ 10મી સપ્ટેમ્બરે પબ્લીક અવેરનેસ અને મોટીવેશન પ્રોગ્રામ ફોર સ્ટુડન્ટના બે પ્રોગ્રામ રાખવામાં આવશે.
અમદાવાદમાં ‘સાથ’ સંસ્થાની શરુઆત 1999માં અંજુબેન શેઠ દ્વારા કરવામાં આવી હતી. સંસ્થાના કાર્ય માટે ઉત્સાહી અને ઉમંગી વ્યકિતઓને કાળજીપૂર્વક પસંદગી કરી તેમને યોગ્ય દોરવણીને સંપૂર્ણપણે આ ક્ષેત્રનું માર્ગદર્શન આપવામાં આવે છે. ત્યારબાદ તેમની નિમણુંક વોલ્નટીયર તરીકે કરાય છે. આ સંસ્થામાં હાલ પ0 વોલ્નટીયરો પોતાની સેવા આપે છે.
દર વર્ષે દસમી સપ્ટેમ્બરે ‘આપઘાત નિવારણ દિન’ તરીકે મનાવવામાં આવે છે. અમદાવાદમાં ‘સાથ’ સંસ્થા તથા માનવ ગૌરવ પ્રતિષ્ઠાન ઠાકરશી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે આ દિવસ મનાવવામાં આવે છે. ત્યારે આ વર્ષે દસમી સપ્ટેમ્બરના રોજ પબ્લિક અવેરનેસ અને મોટીવેશન પ્રોગ્રામ ફોર સ્ટુડન્ટ પ્રોગ્રામ રાખવામાં આવ્યા છે. આ પ્રોગ્રામ ‘સાથ’ સંસ્થા ની અમદાવાદ ખાતેની ઓફીસે રાખવામાં આવશે.
આવો આપણે સૌ ભેગા મળી આત્મહત્યા કરવા જઇ રહેલા વિચારી રહેલા આપણા જ ભાઇ-બહેન, આબાલ વૃઘ્ધને તેમની મજબૂરી, તકલીફો, મુશ્કેલીઓ સમજીને એક માનવ ધર્મ અદા કરવા સઘન પ્રયત્નો કરી મદદરુપ થઇશે.
‘સાથ’ સંસ્થાના ભૂતપૂર્વ વોલ્નટીયર અરવિંદભાઇ વોરા દ્વારા જણાવવામાં આવ્યું છે કે જો આપને કોઇ સમસ્યાઓ, ભય કે ડર, મુશ્કેલીઓ છે તો તે માટે ‘સાથ’ સંસ્થાનો રૂબરૂ, ટેલીફોન, કાગળ કે ઇમેઇલ છે. દરરોજ બપોરે 1 થી 7 વાગ્યાના સમયગાળા દરમિયાન બી-1ર પહેલો માળ, નીલાંબર ચેમ્બર્સ, સેન્ટ ઝેવીયર્સ કોલેજ કોર્નર, નવરંગપુરા, અમદાવાદ-380009 ફોન નં. 079-6305544 – 26300222 નો સંપર્ક કરવા જણાવાયું છે.
આત્મહત્યાના વિચારો દૂર કરવા શું કરવું ?
આત્મહત્યા એ કોઇ પ્રશ્ર્નોનો કે મુશ્કેલીઓનો અંત નથી. પરંતુ પોતાની પાછળ પોતાના પરિવારનાં સભ્યોનો, મિત્રોને સ્વજનોને મુશ્કેલીઓ અને સમસ્યામાં ઉતારી દે છે. આવા વિચારો દૂર કરવા આ મુજબના પ્રયત્નો કરવા જણાવાયું છે.
(1) શાંતિ રાખો:- જયારે કોઇ મુશ્કેલીઓ આવે ત્યારે સૌ પ્રથમ શાંતિ રાખો
(ર) વિચાર સ્થળ છોડો:- ખરાબ વિચાર આવે તો વિચારને પડતો મૂકો
(3) કુદરત પાસે જાવ:- પ્રકૃતિ પાસે જાવ, ઇશ્ર્વર પાસે જાવ
(4) વ્યથા છોડો:- તે આપને સમજી શકતું હોય, વિશ્ર્વાસ હોય તેને તમારી વ્યથા, મુશ્કેલીઓ, ભૂલો કહો
(પ) હિંમત રાખો:- કોઇપણ પરિસ્થિતિમાં હિંમત રાખો.
(6) લાગણીને કાબુમાં રાખો:- બહુ લાગણીવશ ન થાવ
(7) પ્રયત્નો ચાલુ રાખો:- આપઘાત એ સમસ્યાનો અંતિમ ઉકેલ નથી. દરેક પ્રકારના પ્રશ્ર્નોનું નિરાકરણ હોય છે. જિંદગી અણમોલ છે. તેને નજીવી બાબતમાં વેડફી નાખશો નહીં.