ચોરવાડમાં માસુમનું પાણીમાં ડુબી જતા મોત
જુનાગઢ જિલ્લામાં અમોત અંગેના 3 બનાવો પોલીસ દફતરે નોંધાયા છે, જેમાં ચોરવાડ ગામે એક 13 વર્ષીય વિદ્યાર્થી પાણી ભરેલા ખાડામા પડી જતા, જતા મોત નિપજયું હતું. જ્યારે ખામધ્રોલ ગામે યુવકે હાથમાં બ્લેડથી ચેકા મારી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો અને ચોરવાડ ગામે પરપ્રાંતિય મહિલાએ ઝેરી દવા ગટગટાવી જતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હોવાનું પોલીસ દફતરે નોંધાયું છે.
માળિયા હાટીના તાલુકાના ચોરવાડ ગામે ઉપલી જરાળી વિસ્તારમાં રહેતા ભરતભાઇ સેવરાના 13 વર્ષીય પુત્ર અજય સ્કુલે ભણવા માટે ગયેલ હતો અને રીસેસના સમય દરમ્યાન અજય રમતા રમતા રસ્તાની બાજુમા પાણી ભરેલ ખાડામા પડી જતા, ડુબી જતા મોત નિપજયું હતું. ચોરવાડ ગામે નાના બાળકના અકાળે મોતથી ગામમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી જ્યારે પરિવારમાં આક્રંદ છવાયો હતો.જ્યારે જૂનાગઢના ખામધ્રોળ ગામ ધાર વિસ્તારમાં રહેતા અમિત બાબુભાઇ લાલકીયા (ઉ.વ 27) એ કોઈ અગ્મય કારણોસર પોતાના રૂમમા હુક સાથે દોરીથી ગળા ફાસો બાંધી તથા જમણા હાથના કાંડાના ભાગે બ્લેડથી ચેકા મારી, આપઘાત કરી, લેતા જૂનાગઢ તાલુકા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
જુનાગઢ તાલુકાનાં ઝાલણસર ગામે વાડી વિસ્તારમાં રહી ખેત મજૂરી કરતા મૂળ એમ.પી. ના પરપ્રાંતિય મહિલા સાધનાબેન રાહુલભાઈ વાગલે (ઉ.વ 45) એ કોઇ અગમ્ય કારણસર પોતે પોતાની જાતે ઝેરી દવા પી જતાં સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા, જ્યા સારવાર દરમ્યાન સાધનાબેન વાગલેનું મૃત્યુ નિપજયું હતું.