• ફરજ પર જતા અને મોબાઇલ ફોન રિસીવ થતા તપાસ કરતા ગળા ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા: કારણ અકબંધ

અમદાવાદ પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મચારીએ વાસણાના ખોડિયારનગરમાં ભાડાના મકાનમાં રહેતા હતા  મકાનમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતદેહ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામે મોકલી આપ્યો હતો, મહિલા પોલીસ કર્મચારીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરતા પરિવારમાં શોકની લાગણી ફેલાઈ હતી

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામ ના 29 વર્ષનાં પોલીસ કર્મચારી લલિતા બેન પરમારને થોડામાસ પહેલાં પાલડી પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ મળ્યું હતું. તેઓ વાસણાના ખોડિયારનગરમાં ભાડાના મકાનમાં રહેતા હતા. કોઈક અગમ્ય કારણસર તેમણે આપઘાત કરી લીધો હતો ત્યારે મળતી માહિતી મુજબ રાતની 8 વાગ્યાની શિફ્ટ હતી પણ લલિતા પરમાર ડ્યૂટી પર આવ્યા હોવાથી ફોન કર્યો હતો. તેમણે ફોનનો જવાબ નહીં આપતા તપાસમાં આપઘાત કર્યાની જાણ થઈ હતી ત્યારે પરિવારને જાણ કરાઈ હતી અને પરિવાર દ્વારા મૂતદેહ સોલડી ગામ ખાતે લાવીને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા ત્યારે કેસની તપાસ પોલીસ ચલાવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.