- નીટની પરીક્ષામાં ઓછા માર્કસ આવતા
- કપાસમાં છાટવાની ઝેરી દવા પી જીવન ટૂંકાવી લેતા પરિવારમાં અરેરાટી
જામજોધપુર તાલુકાના સોનવડીયા ગામમા કરૂણાજનક કિસ્સો બન્યો છે, અને ભારે અરેરાટી ફેલાઈ છે. નીટની પરીક્ષા આપી રહેલી એક વિદ્યાર્થીનીને બે વર્ષથી ઓછા માર્ક આવતા હોવાના કારણે મનમાંલાગી આવતા ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારમાં આક્રંદ છવાયો છે.
આ બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના સોનવડીયા ગામમાં રહેતી અને નીટનો અભ્યાસ કરતી વિધિબેન મનસુખભાઈ કારેણા નામની 19 વર્ષની વિદ્યાર્થીનીએ પોતાના ઘેર ઝેરી દવા પી લેતા તેણીનું મૃત્યુ નિપજયું છે. આ બનાવ અંગે મૃતક ના પિતા મનસુખભાઈ ભીખુભાઈ કારેણાએ પોલીસનેજાણ કરતાં જામજોધપુરની પોલીસ ટુકડી બનાવના સ્થળે દોડી ગઈ હતી
અને વિદ્યાર્થીનીના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટસ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસમા મૃતક વિધિબેન છેલ્લા બે વર્ષથી નીટની પરીક્ષા માટેની તૈયારીઓ કરતી હતી ગત વર્ષે તેમજ આ વર્ષે પણ નીટની પરીક્ષામાં તેણીને ઓછા માર્કસ આવ્યા હતા. જેથી મનમાં લાગી આવતા કપાસમા છાંટવાની ઝેરી દવા પી લઈ મોતની સોડ તાણી હતી. આ બનાવથી પરિવારમાં શોકનું મોજુ ફેલાયું છે.