- ઉમરગામ : સોળસુંબા ગામે સામુહિક પરિવારના આપ*ઘાતનો મામલો..!
- સોળસુંબા ગામે નીલકંઠ રેસિડેન્સીમાં રહેતા પરિવારના આપ*ઘાત મામલે મચી ચકચાર
- ફોરેન્સિકની ટીમ અને મેજિસ્ટ્રેટ સમક્ષ પંચનામુ કરી ત્રણેયના મૃતદેહને PM અર્થે ખસેડયા
- પોલીસને સુસાઇડ નોટ પણ મળી
પૈસા ફસાઈ જતા તણાવમાં હોવાથી પરિવારે આપ*ઘાત કર્યો હોવાનો મરનારના મિત્રના આક્ષેપો
ઉમરગામ તાલુકામાં સોળસુંબા ગામે નીલકંઠ રેસિડેન્સીમાં રહેતા મૂળ ઝાંસીના પરિવારે અઢી વર્ષના બાળક સાથે પતિ પત્નીએ આ*ત્મહ*ત્યા કરી લેતા ચકચાર મચી હતી. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. મૃ*તકનો મૃ*તદેહ ફાસો ખાધેલી હાલતમાં હતી અને પુત્ર અને પત્ની બેડ પર પડેલા હતા. પોલીસના DYSP ભાર્ગવ પંડ્યા તેમજ PI,PSI સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થળ પર ફોરેન્સિકની ટીમ અને મેજિસ્ટ્રેટ સમક્ષ પંચનામુ કરી ત્રણેયના મૃ*તદેહને પીએમ અર્થે ખસેડાયા હતા. આ ઉપરાંત પૈસા ફસાઈ જતા લેણદારો વધતા તણાવમાં હોવાથી સામુહિક પરિવારે આપઘાત કર્યો હોવાનો મરનારના મિત્ર દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પોલીસને સુસાઇડ નોટ પણ મળી છે. તેને લઈને પોલીસે હાલ વઘુ તપાસ હાથ ધરી છે.
અઢી વર્ષના બાળક સાથે પતિ પત્નીએ આ*ત્મહ*ત્યા કરી લેતા ચકચાર
ઉમરગામ તાલુકામાં સોળસુંબા ગામે નીલકંઠ રેસિડેન્સીમાં રહેતા મૂળ ઝાંસીના પરિવારે અઢી વર્ષના બાળક સાથે પતિ પત્નીએ આ*ત્મહ*ત્યા કરી લેતા ચકચર મચી હતી ઘટના બનતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો મૃતકની લાશ ફાસો ખાધેલી હાલતમાં હતી અને પુત્ર અને પત્ની બેડ પર પડેલા હતા મરનારના મિત્ર એ પણ કર્યા ગંભીર આક્ષેપ ફોરેક્સ ટ્રેડિંગમાં પૈસા રોક્યા હતા.. પૈસા ફસાઈ જતા લેણદારો વધતા તણાવ માં હોવાથી આપઘાત કર્યાની ચર્ચા ઉઠી છે જોકે પોલીસ ને સુસાઇડ નોટ પણ મળી છે એ દિશા માં પણ પોલીસ એ હાલ તપાસ હાથ ધરી છે.
દરવાજો ખોલ્યા બાદ દ્રશ્ય જોઈ તે હેબતાઈ ગયો : મિત્ર
ઉમરગામના 16 સુમ્બા ખાતે આવેલા નીલકંઠ રેસિડેન્સીમાં રહેતા ઝાંસીના વિશ્વકર્મા પરિવારના પતિ પત્ની અને અઢી વર્ષના બાળક સહિત ત્રણે આ*ત્મહ*ત્યા કરી લીધી હોવાની વાત બહાર ત્યારે આવી ત્યારે આજે વહેલી સવારે તેમનો મિત્ર આ પરિવારને મળવા માટે આવ્યો હતો અને દરવાજો ન ખોલતા તેમણે આસપાસના લોકોને જાણ કર્યા બાદ દરવાજો ખોલવામાં આવ્યો હતો અને દરવાજો ખોલ્યા બાદ દ્રશ્ય જોઈ તે હેબતાઈ ગયો હતો.યુવકની લાશ પંખે લટકતી હતી જ્યારે બાળક અને પત્ની ની લાશ બેડ ઉપર હતી..મૂળ જોશી નો પરિવાર છેલ્લા એક વર્ષ ઉપરાંત થી નીલકંઠ એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે 304 નંબરની રૂમમાં રહેતા હતા આ પરિવાર ખુશખુશાલ મુદ્રામાં હતો પરંતુ આજે સવારે જ્યારે તેમનો મિત્ર તેમને મળવા માટે પહોંચ્યો ત્યારે મૃ*તક શિવમ રામપાલ વિશ્વકર્મા ની લાશ પંખા સાથે ગળે ફાંસો ખાધેલી હાલતમાં કરી હતી જ્યારે તેમની પત્ની આરતીબેન અને પુત્ર નક્ષની લાશ બેડ ઉપર પડેલી હાલતમાં જોવા મળતા તેઓ હેબતાઈ ગયા હતા અને ઘટના અંગે પોલીસને જાણકારી હતી
ઘટનામાં ખરેખર શું કારણ છે તે જાણવા માટેની કવાયત પોલીસે હાથ ધરી
આજરોજ વહેલી સવારે મળવા આવેલા મિત્ર વિનીત કંસારા એ જણાવ્યું કે મૃ*તક શિવમ રામપાલ વિશ્વકર્મા અનેક લોકોના પૈસા ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરાવતા હતા અને હાલ પ્રાથમિક ધોરણે એવું માનવામાં આવી રહ્યું છે કે અનુમાન છે કે રોકાણ કરતા ઓ દ્વારા તેમના પૈસા પાછા મેળવવા માટે તેમના ઉપર દબાણ કરવામાં આવી રહ્યું હોય જેના કારણે તેમણે આ*ત્મહ*ત્યા કરી હોવાનું હાલ માનવામાં આવી રહ્યું છે..પરિવારના સભ્યોએ સામૂહિક આત્મહત્યા કરી હોવાની બાબત બહાર આવતા ચકચાર મચી છે….ઉમરગામ પોલીસના ડીવાયએસપી ભાર્ગવ પંડ્યા તેમ જ પીઆઇ પીએસઆઇ સહિતની ટીમ નીલકંઠ રેસિડેન્સી ખાતે પહોંચી હતી અને સ્થળ ઉપર ફોરેન્સિક ની ટીમ અને મેજિસ્ટ્રેટ સમક્ષ પંચનામુ કરી ત્રણેય લાશનો કબજો મેળવી પોલીસે ત્રણેય લાશને હાલ પીએમ માટે મોકલી છે અને ઘટનામાં ખરેખર શું કારણ છે તે જાણવા માટેની કવાયત પોલીસે હાથ ધરી છે..સ્થળ ઉપરથી પોલીસને સુસાઇડ નોટ મળી આવી છે..
સુસાઇડ નોટ પણ હાથ લાગી
વિશ્વકર્મા પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક આ*ત્મહ*ત્યા કરી લેવાની ઘટનામાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે પોલીસને સ્થળ ઉપરથી એક સુસાઇડ નોટ પણ હાથ લાગી છે જોકે હજુ સુધી આ સુસાઇડ નોટ માં શું લખ્યું છે તે અંગે પોલીસે કોઈ ફોર પાડ્યો નથી પરંતુ આ કેસમાં આગામી દિવસમાં પોલીસ તપાસમાં મોટા ખુલાસા થઈ શકે તેમ છે..સ્થાનિક લોકો પણ ઘટના જાણી આશ્ચર્યમાં મુકાયા
PM રિપોર્ટ બાદ પણ અનેક ખુલાસાઓ થઇ શકે
આમ એક જ પરિવારના અઢી વર્ષના બાળક સાથે પતિ પત્ની સહિત ત્રણ લોકોએ કયા કારણોસર આપઘાત કરી લીધો તે અંગે જાણી શકાયું નથી પરંતુ હાલ પ્રાથમિક ધોરણે ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કર્યું હોય ઉઘરાણી કરનારાઓ દબાણ કરી રહ્યા હોવાનું હાલ અનુમાન લગાવાઈ રહ્યું છે જેના કારણે આ પગલું ભર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે..હાલ પોલીસ એ લાશ ને પી એમ માટે મોકલી છે પી એમ રિપોર્ટ બાદ પણ અનેક ખુલાસાઓ થઇ શકે છે.
અહેવાલ : રામ સોનગઢવાલા