સ્ટેશન પ્લોટ વિસ્તારમાં ઝાડ સાથે ચુંદડી બાંધી જાહેરમાં જીવન ટૂંકાવતા બંનેના પરિવારમાં અરેરાટી

ગોંડલના સ્ટેશન પ્લોટ વિસ્તારમાં ઝાડની ડાળીએ ચુંદડી બાંધી સગીર પ્રેમી યુગલના મૃતદેહ લટકતા નજરે પડતા સમગ્ર વિસ્તારમાં ટોળે ટોળા એકઠાં થઇ ગયા હતા. પોલીસ તપાસ દરમિયાન મૃતક બંને સૈનિક સોસાયટીનો તરૂણ અને વિજયનગરની તરૂણી હોવાની ઓળખ મળતી હતી.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સ્ટેશન પ્લોટ વિસ્તારમાં ઝાડની ડાળીએ ચુંદડીની મદદથી ગળેફાસો ખાધેલી હાલતમાં તરૂણ અને તરૂણી લતાવાસીઓની નજરે પડતા ટોળે ટોળા એકઠાં થયા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં તરૂણ રામ હોસ્પિટલ પાછળ આવેલી સૈનિક સોસાયટીમાં રહેતા મેહુલ ધીરૂભાઇ રાઠોડ નામનો ૧૬ વર્ષનો તરૂણ અને વોરા કોટડા રોડ પર આવેલા વિજયનગરની રિધ્ધીબેન વિજયભાઇ રાસુજા નામની ૧૫ વર્ષની તરૂણી હોવાની ઓળખ મળતા પોલીસે બંનેના પરિવારજનોએ આપઘાત અંગેની જાણ કરી હતી.

મેહુલ રાઠોડ અને રિધ્ધીબેનના પરિવારને જાણ થતા તેઓ સ્ટેશન પ્લોટમાં દોડી આવ્યા હતા. બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાનું પણ ઉમર નાની હોવાથી લગ્ન શકય ન હોવાથી સજોડે જાહેરમાં ગળાફાંસો ખાઇ આપઘાત કર્યાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.  ગોંડલ સિટી પોલીસ મથકના પી.એસ.આઇ. પી.એલ.ઝાલા અને રાઇટર રાજભા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.