ઝેર ગટગટાવી જીવન ટુંકાવતા પરિવારમાં શોક
શહેરના મવડી વિસ્તારમાં રહેતી યુવતીએ અભ્યાસ ન કરવાની બાબતે પોતાના ઘરે ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યાની ઘટના માલવીયાનગર પોલીસ મથકમાં નોંધાઈ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરમાં મવડી વિસ્તારમાં પૂનમ સોસાયટીમાં રહેતી ઉર્વશી પ્રવિણભાઈ ગોંડલીયા નામની ૧૮ વર્ષિય યુવતીએ પાતેના ઘરે ઝેરી દવા પી લેતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જયાં સારવાર દરમિયાન યુવતીએ દમ તોડતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે.
મૃતક ઉર્વશીબેન મોરબીરોડ લક્ષ્મણ યાર્ડ ખાતે પાતેના માસાના ઘરે રહી ધો.૧૨માં અભ્યાસ કરતી હતી આવનારી ૧૨માં ધોરણની પરીક્ષા બાદ અભ્યાસ કરવાની ઈચ્છા ન હોય જેના પગલે યુવતીએ ઝેર ગટગટાવી જીવન ટુંકાવ્યું હતુ પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.