આત્મહત્યા…..શબ્દ સાંભળતા જ કે વાંચતા જ રુવાાળા ઉભા થઇ જાય છે ત્યારે એટલી કલ્પનાં માત્રથી જ કે શું કોઇ વ્યક્તિ એટલો નબળો હશે કે પરિસ્થિતિનો સામનો કરવાને બદલે પરિસ્થિતિથી હારી પોતાનું જીવન ટુંકાવવા સુધીનાં રસ્તા અપનાવી શકે છે તો શું એનામાં જીવન ટુંકાવવા જેટલી હિંમત હોય છે પરંતુ સમય અને સંજોગોને સમજી જીવન જીવવાની ક્ષમતા નથી ધરાવી નથી શકતો ત્યારે અહીં વાત થાય છે કે એવા ક્યાં કારણે હોય છે જેનો સામનો કરવાનાં બદલે વ્યક્તિ આત્મહત્યા કરવા પ્રેરાઇ રહ્યો છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ()નાં જણાવ્યાં અનુસાર દુનિયામાંથી દર વર્ષે ૮ લાખ લોકો આત્મહત્યા કરે છે જેમાં સૌથી વધુ સ્યુસાઇડ થવાનાં દેશોમાં ભારત દેશનું નામ પણ બહાર આવ્યું છે. આ ઉપરાંત ૧૫-૨૯ વર્ષના લોકો માટે આત્મહત્યાએ મૃત્યુનું સૌથી મોટુ કારણ છે.
આત્મહત્યા રોકવાના પ્રયાસ રુપે આત્મહત્યાના વિચાર આવે ત્યારે કોઇ નજીકની વ્યક્તિ સાથે વાત કરવી ફાયદાકારક નિવડે છે. પરંતુ ધ્યાનએ બાબતનું રાખવું જોઇએ કે તે વ્યક્તિ સંપૂર્ણ વિશ્ર્વાસપાત્ર હોઇ જોઇએ. નહિં કે તમારી પરિસ્થિતિનો ફાયદો ઉઠાવે તેવી….આ ઉપરાંત એવા હેલ્પલાઇન નંબર જોડી તેવા કોઇ મનોચિકિત્સક કે કાઉન્સેલીંગ કરી શકે તેવી વ્યક્તિ સાથે વાત કરવી યોગ્ય રહે છે એક પ્રિયજનને આત્મહત્યા કરતો રોકવા તેના સગા સંબંધી તેમજ મિત્ર વર્તુળની સહાનુભૂતિ અને લાગણી મહત્વની ભૂમિકાઓ ભજવે છે. જેનાથી તેને સકારાત્મક સથિયારો મળે છે.
એન્જીનીયરીંગ કરતો ૨૧ વર્ષનો યુવાન જેના માટે એન્જીનીંયરીંગનો અભ્યાસ એક મુશ્કેલીરુપ સાબિત થતો હતો ત્યાર બાદ નોકરીનાં પણ પ્રશ્નો ઉભા થતા હતા. જેમાં તેની પ્રેમિકાએ પણ તેનો સાથ છોડ્યો હતો. જેમાં તેને માત્ર એક રસ્તો દેખાતો હતો.એ હતો આત્મહત્યા…..પરંતુ પોઝીટીવ થીંકીંગથી તેને તેના અભ્યાસ દરમિયાન કરેલી મહેનત યાદ આવી અને તેને વ્યર્થ ન કરતાં સારુ જીવન જીવવાની પ્રેરણા મળી હતી. અને આ એક ઉદાહરણ પુરુ પાડે છે. આત્મહત્યા કરવાનું વિચારતી વ્યક્તિને કે માત્ર અમુક પરિસ્થિતિ હારવા કરતાં સામે રહેલી પરિસ્થિતિને સમજી તેની હકારાત્મક અસરોને વિચારી જીંદગી જીવવી જોઇએ નહિં કે આમ પૂરી કરી નાખવી.