મૃતકના ખિસ્સામાંથી સ્યુસાઇટ નોટ મળી આવી: પ્રેમિકા સહિત છ શખ્સો સામે ગુનો નોંધાયો
ઉપલેટાના ભિમનગરમાં રહેતા દલીત યુવાને પ્રેમિકાના ત્રાસથી દવા પીને ગળાફાંસો ખાઇ લેતા તેનું મોત થવા પામેલ હતું મરણ જનારના ખિસ્સામાંથી મળી આવેલી સ્યુસાઇટ નોટમાં મરણ જનારે તેની પ્રેમિકા અને પાંચ સખ્તો સામે આકરી કાર્યવાહી કરવા પોલીસને ન્યાય આપવા ઉલ્લેખ કર્યો છે.
શહેરના ભિમનગરમાં રહેતા નગરપાલિકાના નિવૃત કર્મચારી ડાયા ત્રિકમ મકવાણાના પુત્ર રમેશ (ઉ.વ.૪૩) પાટણ વાવ રોડ ઉપર આવેલ અવાવરુ જગ્યાએ પ્રથમ ઝેરી દવા પી લઇ પછી ગળાફાંસો ખાઇ લેતા તેને શહેરની સીવીલ હોસ્પિટલે લઇ આવવામાં આવેલ હતો. ત્યાં તેના ખિસ્સામાંથી એક પાનાની મળી આવેલી સ્યુસાઇટ નોટમાં તે તેની જામનગર રહેતી પ્રેમિકા મૈત્રી તેમજ અજાણયા પાંચ શખ્સોના ત્રાસને કારણે તેને આપઘાત કરી લીધો હોવાનું લખેલું હતું સ્યુસાઇટ નોટમાં તેને મુળ ઉપલેટાની અને હાલ જામનગર રહેતી મૈત્રી નામની યુવતિ સાથે ર૦ વર્ષથી પ્રેમ સંબંધ હોય આ સમય દરમિયાન મૈત્રીએ અવાન નવાર કપડા, કટલેરી, રોકડ રકમ સહીત સાતક લાખ રૂપિયા પડાવી લીધા હતા અને થોડાક સમય પહેલા મારી પ્રેમીકા મૈત્રીએ મારી સામે જામનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ પણ કરેલ હતી તેમાં જામીન ઉપર છુટયા બાદ પણ મૈત્રીએ બ્લેક મેલીંગ કરી ધાક ધમકી મારા મારી , મારા નાખવાની ધમકી આપતી. દર સોમવારે તેને જામનગર પોલીસ સ્ટેશનમાં હાજરી પુરાવા જવાનું થતું હતું આ સમય દરમ્યાન પ્રેમિકા મૈત્રી તેની માતા મધુ તેમજ તેના પતિ નરેન્દ્ર તેમજ ત્રણ અજાણ્યા શખ્સો મોઢે રૂમાલ બાંધી દેશી તમંચો લઇને આવી તું કાલે જામનગર ન આવતો નહિંતર તને માર મારી મારા નાખીશું તેવી ધમકી આપી ગયેલા હતા. તેના કારણે હું આપઘાત કરી જાવ છું. આ સ્યુસાઇટ નોટમાં પ્રેમિકા મૈત્રી અન્ય શખ્સો સાથે પણ સંપર્ક ધરાવતી હતી તેના પાંચ મોબાઇલ નંબરનો પણ સ્યુસાઇટ નોટમાં ઉલ્લેખ કરવામાં આવેલ છે. આ પાંચ મોબાઇલ નંબરના ડિટેઇલ બીલ પોલીીસને કઢવવા મૃતક રમેશે સ્યુસાઇટ નોટમાં લખેલ છે. અને પોલીસને ભલામણ કરેલ છે. કે મને પ્રેમિકા મૈત્રી તેની માતા મધુ અને તેનો પતિ નરેન્દ્ર સહીત ૬ શખ્સો સામે યોગ્ય કાર્યવાહી કરી મને ન્યાય આપશે.
ઉપલેટા પોલીસે મૃતક રમેશ ડાયા મકવાણાના ભાઇ અમૃતભાઇ ડાયાભાઇ મકવાણા રહે. ભિમનગર વાળાની ફરીયાદ લઇ આરોપી તરીકે મૃતક રમેશની પ્રેમિકા મૈત્રી દ્વારા રહે જામનગર તૈમજ મૈત્રીની માતા મધુ માધા પારધી અને મૈત્રીના પતિ નરેન્દ્ર ચંદ્રપાલ તેમજ ત્રણ અજાણ્યા સખ્તો સહીત ૬ જણા સામે ભારતીય આઇ.પી.સી.કલમ મુજબ મૃતકને મરવા મજબુર કરવા કલમ ૩૦૬, ૫૦૬,૧૨,૧૧૪ સહીત કલમો લગાડી મોડી રાત્રે ગુનો દાખલ કરેલ હતો આ અંગેની વધુ તપાસ પી.આઇ. એલ.એલ.ભટ્ટ ચલાવી રહ્યા છે.