રાજકિય પક્ષની સભામાં બોમ્બ બ્લાસ્ટ: એએનપીનાં નેતા હારૂન બિલ્લૌરનું પણ મોત

પાકિસ્તાના પેશાવર શહેરના યાકાતુત વિસ્તારમાં મંગળવાર રાત્રે આત્મઘાતી બોમ્બ હુમલો થયો હતો. આ હુમલામાં લોકોના મોત થયા છે, જ્યારે ૬૫ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને નજીકની લેડી રીડીંગ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પાકિસ્તાન સરકારની રાહત અને બચાવ ટીમ સ્થળ પર હાજર છે. પાકિસ્તાન મીડિયા દ્વારા મળતી પ્રાથમિક માહિતી અનુસાર પેશાવરના યાકાતુત વિસ્તારમાં યોજાયેલ ચૂંટણીની કોઈ સભામાં આત્મઘાતી બોમ્બ હુમલો થયો છે. જેમાં અવામી નેશનલ પાર્ટી (અગઙ)ના નેતા હારૂન બિલ્લૌરનું પણ મોત થયું છે. જ્યારે આત્મઘાતી હુમલો થયો ત્યારે ૩૦૦થી વધારે લોકો હાજર હતા. આ આત્મઘાતી હુમલામાં હારૂન બિલ્લૌર ગંભીર રીતે ઘાયલ થયા હતા, ત્યારબાદ તેમને લેડી રેડીંગ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું મોત થયું. હારૂન બિલ્લૌરના પિતા અહમદ બિલ્લૌર પણ ૨૦૧૨માં પેશાવરમાં પાર્ટીની કોઈ બેઠકમાં તાલિબાનીઓ દ્વારા થયેલા આત્મઘાતી હુમલામાં જ તેમનું મોત થયું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.