જામનગરના સુવરડા ગામમાં રહેતા પરપ્રાંતિય યુવાને દારૂનો નશો કર્યા બાદ ઝેરી દવા ગટગટાવી લેતા તેનું મૃત્યુ નિપજ્યું હતું.
મૃતક યુવાને કામ બાબતે પત્ની સાથે બોલાચાલી થતા માઠુ લાગી આવતા આ પગલું ભરી લીધાનું જાહેર થયું છે.
પોેલીસ સુત્રોમાંથી મળતી વિગત અનુસાર જામનગર તાલુકાના સુવરડા ગામના વાડી વિસ્તારમાં રહેતા અને ખેતમજુરી કરતા મુળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના બસાળાના વતની રાજેશભાઈ કાસુભાઈ દારૂનો નશો કર્યો હતો અને ત્યારબાદ ઝેરી દવા ગટગટાવી લેતા તેને ગંભીર હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે જી. જી. હોસ્પીટલમાં ખસેડાયો હતો. જયાં એક દિવસની સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું હતું.
આ બનાવની મૃતકના પત્ની ગુડીબેન રાજેશભાઈએ જાણ કરતા પંચ એ પોલીસની ટીમ દોડી ગઈ હતી.
પોલીસે મૃતકના પત્નીનું નિવેદન નોંધ્યું હતું.
જેમાં તેણીએ જણાવ્યા અનુસાર મૃતક અને તેની વચ્ચે કામ બાબતે બોલાચાલી થઈ હતી જેના પગલે પતિને માઠું લાગી આવતા તેણે આત્મઘાતી પગલું ભરી લીધું હોવાનું પોલીસને જણાવ્યું હતું.