ઝેરી દવા ગટગટાવી લેતાં તમામને સારવાર અર્થે ખસેડાયા: કારણ અંગે પોલીસ તપાસ
બનાસકાંઠા જિલ્લામાં એક ચકચાર મચાવનારી ઘટના સામે આવી છે. એક પરિવારે સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો છે. બનાસકાંઠાના ડીસામાં એક જ પરિવારના 7 સભ્યોએ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે. હાલ તમામને પાલનપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ તમામની પાલનપુરની સરકારી હોસ્પિટલમાં તમામની સારવાર ચાલી રહી છે.
મળતી માહિતી અનુસાર, બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના માલગઢ ગામે એક પર પરિવારના 7 લોકોએ જંતુનાશક દવા પી લી ધી છે. માતા-પિતા અને બાળકો સહિત 7 લોકોએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કરતા આખા ગામમાં ખળભળાટ મચી ગયો છે. આ અંગેની જાણ થતાની સાથે જ પોલીસની ટીમ પણ માલગઢ ખાતે દોડી આવી હતી. તમામને સારવાર માટે પહેલા ડીસાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. ત્યાર બાદ તેઓને પાલનપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે. અહીં સાતેય સભ્યોની સારવાર ચાલી રહી છે.
તો ડીસા પોલીસે આપઘાતના પ્રયાસ પાછળનું કારણ જાણવા માટે આજુબાજુમાં રહેતા લોકો, ગ્રામજનો, સગા-સંબંધીઓની પૂછપરછ ચાલુ કરી છે. હાલ તમામે આ પગલું કેમ ભર્યું તેની પાછળનું કારણ જાણવા મળ્યું નથી.
ઉલ્લેખનિય છે કે,એક માસ પહેલા સુરતના રત્નકલાકાર વીનુંભાઈ મોરડીયાએ સપરિવાર આપઘાત કરી લીધો હતો. સુરતમાં યોગીચોક વિસ્તારમાં આવેલ વિજયનગર સોસાયટીમાં રહેતા રત્નકલાકારે તેમની પત્ની, પુત્ર તેમજ પુત્રી સાથે અનાજમાં નાખવાની દવા ખાધી હતી. જે બાદ ચારેયને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન પત્ની, પુત્ર તેમજ પુત્રીનું મોત નિપજ્યું હતું. જ્યારે રત્નકલાકાર વિનુભાઈ મોરડીયાનું પણ લાંબી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.