ધ્રાંગધ્રા શહેરમા એક જ અઠવાડીયામા આ બીજો આત્મહત્યાનો બનાવ બનવા પામ્યો છે જે વાત ખુબજ ગંભીર ગણાવી શકાય અગાઉ ધ્રાંગધ્રાના એજાર ગામે માથાભારે વ્યાજખોર દ્વારા યુવાનને વ્યાજની પઠાણી ઉઘરાણીમા માનશિક ત્રાસ આપતા યુવાને ઝેર પીવાનો વારો આવ્યો હતો ત્યારે ફરી વધુ એક બનાવમા ધ્રાંગધ્રા શહેરના ઝાલાવાડ ગ્રાઉન્ડ પાસે આવેલા ખાનગી હોસ્પીટલના મહિલા તબીબ ડો.ઉષાબેનના હોસ્પીટલમા છેલ્લા કેટલાક વષોઁથી સ્ટાફ તરીકે કામ કરી હોસ્પીટલમા જ રહેતા કમળાબેન બળવંતભાઇ ઉમરાણીયાને આ ખાનગી હોસ્પીટલના માલિક ડો.ઉષાબેન તથા તેઓના પતિ સહિતનાઓ દ્વારા તેઓનુ રહેણાંક ખાલી કરવા માટે માનશીક ત્રાસ આપતા હોય તથા તેઓને ધાપ-ધમકી મારી અચાનક મકાન ખાલી કરાવા માટે ડરાવતા હોવાના લીધે આધેડ મહિલા દ્વારા સવારે કોઇ ઝેરી પ્રવાહી ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કયોઁ હતો.
જ્યારે આધેડ મહિલા દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કરાયો ત્યાર બાદ તેઓના પરીવારને આ બાબતની જાણ થતાની સાથે તાત્કાલિક ધ્રાંગધ્રા સરકારી હોસ્પીટલ લઇ ગયેલ હતા જ્યા આ આધેડ મહિલા પાસેથી એક સ્યુસાઇટનોટ મળી આવી હતી જેમા સ્પષ્ટપણે ધ્રાગધ્રાના વરીષ્ટ મહિલા તબીબ ઉષાબેન તથા તેઓના પતિના લીધે આ અંતીમ પગલુ ભયુઁ હોવાનુ ઉલ્લેખ કરાયુ હતુ બાદમા આત્મહત્યા કરનાર આધેડ મહિલાને સુરેન્દ્રનગર રીફર કરાયા હતા. જ્યા તેઓની સારવાર શરુ કરી હાલ મહિલાની તબીયત સુધારા તરફ હોવાની વાત જાણવા મળી છે આ તરફ ખાનગી હોસ્પીટલ ધરાવતા મહિલા તબીબ સહિત સ્યુસાઇટનોટમા ઉલ્લેખ કરેલ તમામ પર પોલીસ કાયઁવાહીની કરવાની તજવીજ શરુ કરી દેવાઇ છે.