કોઈ પણ સંગઠને હુમલાની જવાબદારી સ્વીકારી નથી : તાલિબાન સ્પેશ્યલ પોલીસે તપાસ હાથ ધરી
કાબુલના એક મદરેસામાં થયેલા આત્મઘાતી હુમલામાં તાલિબાનનો ટોચનો કમાન્ડર રહીમુલ્લા હક્કાની માર્યો ગયો છે. રહીમુલ્લા તાલિબાનની આતંકવાદી વિચારધારાનો કટ્ટર સમર્થક હતો. અલબત આ હુમલાની જવાબદારી હજુ સુધી કોઈ સંગઠન દ્વારા સ્વીકારવામાં આવી નથી. અલબત તાલીબાનના સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેની પાછળ રેજિસ્ટેન્સ ફોર્સ એટલે કે ઈસ્લામિક સ્ટેટની સંડોવણી હોઈ શકે છે.
તાલીબાનની સ્પશિયલ પોલીસે આ ઘટનાની તપાસ હાથ ધરી છે. રહીમુલ્લા હક્કાનીને અફઘાનિસ્તાનના વર્તમાન ગૃહમંત્રી અને હક્કાની નેટવર્કનો સરગના સિરાજુદ્દીન હક્કાનીના વૈચારિક ગુરુ માનવામાં આવે છે. રહીમુલ્લાને સોશિયલ મીડિયા અંગે તાલિબાનનો ચહેરો પણ માનવામાં આવતો હતો. એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર આ આતંકવાદીના લાખો ફોલોઅર્સ પણ છે.
રહીમુલ્લા હક્કાની પાકિસ્તાનની સીમા નજીક નંગરહાર પ્રાંતના પચિર અવ આગમ જિલ્લાના એક અફઘાનિસ્તાનના નાગરિક હતા. હદીસ સાહિત્યના વિદ્વાન ગણાતા હક્કાનીએ સ્વાબી અને અકોરા ખટ્ટકના દેવબંદી મદરેસામાં પોતાનું ધાર્મિક શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. રહીમુલ્લા હક્કાને મારવા માટે આ ત્રીજો હુમલો હતો. આ અગાઉ ઓક્ટોબ 2020માં પણ રહીમુલ્લાને નિશાન બનાવવામાં આવ્યો હતો, જેમાં તેનો આબાદ બચાવ થઈ ગયો હતો. વર્ષ 2013 માં પેશાવરના રિંગ રોડ પર તેના કાફલા ઉપર બંદૂકધારીઓએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. તે સમયે પાકિસ્તાન અને સેનાના કાર્યવાહીથી હુમલા કરીને ભાગી ગયા અને રહીમુલ્લાનો જીવ બચી ગયો હતો.