યુવા વિકાસ માટે 10 વર્ષના વિઝનનો ડ્રાફટ તૈયાર કરાશે
કેન્દ્ર સરકારે હાલના ડ્રાફ્ટ નેશનલ યુથ પોલિસી, 2014ની સમીક્ષા કરી છે અને નવો ડ્રાફ્ટ નેશનલ યુથ પોલિસી તૈયાર કર્યો છે. યુવા વિકાસ માટેના દસ વર્ષના વિઝનને ડ્રાફ્ટ પોલિસીમાં સામેલ કરવામાં આવ્યું છે. ભારત 2030 સુધીમાં આ લક્ષ્યને પૂર્ણ કરવા માંગે છે.
આ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સને અનુરૂપ છે અને ’ભારતના વિકાસ માટે યુવાનોની ક્ષમતા-પ્રગટતા’ને પરિપૂર્ણ કરશે. ડ્રાફ્ટનો હેતુ યુવાનોના વિકાસ માટે વિગતવાર પગલાં લેવાનો છે. જેમાં શિક્ષણ, રોજગાર અને ઉદ્યોગસાહસિકતા, યુવા નેતૃત્વ અને વિકાસ, આરોગ્ય, ફિટનેસ અને રમતગમત અને સામાજિક ન્યાય જેવા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. દરેક પ્રાથમિક પ્રવેશ વિસ્તારને સામાજિક સમાવેશ સાથે જોડવામાં આવ્યો છે.
આ માટે વંચિત વર્ગના હિતોને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. યુવા બાબતોના વિભાગે રાષ્ટ્રીય યુવા નીતિના ડ્રાફ્ટ પર તમામ હિતધારકોની ટિપ્પણીઓ/મંતવ્યો/સૂચનો આમંત્રિત કર્યા છે.રાષ્ટ્રીય યુવા નીતિના ડ્રાફ્ટ પરની ટિપ્પણીઓ/વ્યુઝ/સૂચનો 45 દિવસની અંદર (13 જૂન, 2022 સુધીમાં) મયદ. બવફમિૂફષલજ્ઞદ.શક્ષ અથવા ાજ્ઞહશભુ-ળુફતલજ્ઞદ.શક્ષ પર ઈ-મેલ દ્વારા મોકલી શકાય છે.