ગુજરાતની સુગર કંપનીઓએ લોકલને બદલે ગુજરાતની બહારથી બગાસની ખરીદી કરે છે. તેના કારણે ગુજરાતનાં ઉત્પાકોને પુરતા બજાર ભાવ નહીં મળે તેવી સંભાવના છે. સુગર કંપનીનાં માલિકોએ રાજ્ય બહારનાં બગાસ પર પ્રતિબંધ મૂકવા અરજી આપી છે અથવા આયાત પર ડયુટી લગાવવાની માંગ કરી છે.
નર્મદા જિલ્લાની ત્રણ સુગર ફેકટરીમાં અંદાજે ૨ લાખ ટન બગાસનું ઉત્પાદન થતું હોય છે. આટલા મોટા ઉત્પાદનનો જથ્થો એકઠો થતો હોય છે અને નીચા ભાવથી બગાસને વેચી દેવાની વારી આવે છે. રાજ્યમાં 23 સહકારી ધોરણે ચાલતી ખાંડ મંડળીઓમાંથી 15 જેટલી સુગર મિલો છે. ઓછા મળતા ભાવને કારણે શેરડીના ભાવો પર અસર પડી શકે છે.