૭ એપ્રિલ વિશ્ર્વ આરોગ્ય દિવસ
૭ એપ્રિલ વિશ્ર્વ આરોગ્ય દિવસ ઉજવવાનો હેતુ સમજાવતા જણાવેલ હતું કે આ વર્ષના આરોગ્ય દિવસનો વિષય ડિપ્રેશન લેટસ ટક છે. તેનો ઘ્યેય લોકોને હતાશા તરફ દોરી જતાં અટકાવવાનો છે. હતાશાની સ્થિતિ તમામ દેશોમાં, તમામ ઉમરના લોકોને, જીવનના તમામ ક્ષેત્રોમાં અસર કરે છે. અને લોકોના રોજબરોજના કાયો કરવાની ક્ષમતાને અસર કરે છે. જેની અસર પરિવારો, મિત્રો અને સમાજમાં પણ કામના સ્થળે અને આરોગ્ય સંભાળ પઘ્ધતિમાં થાય છે. વધુ ખરાબ એ છે કે હતાશાથી માણસ પોતાની જાતને ઇજા કરવા કે આત્મહત્યા કરવા પ્રેરાય છે.
હતાશા શું છે તે વિશે માહીતી આપતા ડો. ખોયાણીએ જણાવેલ હતું કે હતાશા એ સતત ઉદાસી અને વ્યકિત જેમાં આનંદ અનુભવતી હોય તે પ્રવૃત્તિમાં રસ ઘટી જવાની લાક્ષણિકતા ધરાવે છે. જેની સાથે ઓછામાં ઓછા બે મહિના સુધી રોજબરોજની પ્રવૃત્તિઓ કરવાની અસમર્થતા આવે છે. હતાશા ધરાવતા લોકોને શકિતનો અભાવ, ભુખમાં ફેરફાર, વધુ કે ઓછી ઉંઘ, ચિંતાતુરતા, એકાગ્રતામાં ઘટાડો અનિર્ણાયકતા, વ્યગ્રતા, નકામા હોવાની, ગુનો કર્યાની, નિરાશ હોવાની લાગણી અને જાતને ઇજા કરવાનો કે આત્મહત્યાના વિચારો આવવા જેવા લક્ષણો હોય છે. વિશ્ર્વભરમાં સામાન્ય માનસીક વિકારો વધતા જાય છે. ૧૯૯૦ અને ૨૦૧૩ ની વચ્ચે હતાશા અને ગ્યગ્રસતા પીડાતા લોકોની સંખ્યામાં ૫૦ ટકાનો વધારો હતો. વિશ્ર્વની વસતિના લગભગ ૧૦ ટકા જેટલા લોકો આમાની એક અથવા બન્ને સ્થિતિની અસર પામેલા છે. વિશ્ર્વભરમાં વર્ષનો ૧૦ ટકા જેટલો હિસ્સો અપંગતા સાથે વિતાવવા માટે હતાશા જવાબદાર છે. માનવતાલક્ષી કટોકટીમાં અને હાલ ચાલી રહેલા સંઘષોથી દર પ માંથી ૧ વ્યકિત હતાશા કે વ્યગ્રતાથી અસર પામેલ છે. સ્ત્રીઓને પ્રસુતિ સમયે આવતી હતાશા સામાન્ય છે બાળકને જન્મ આપેલ ૬ માંથી ૧ સ્ત્રીને અસર કરે છે. હતાશા અન્ય બીન-સંસર્ગજન્ય રોગો, જેવા કે ડાયાબીટીશ અને હદયવાહિનીના રોગોનું જોખમ વધારે છે.
ડો. ખોયાણીએ ડિપ્રેશન વિશે આંકડાકીય માહીતી આપતા જણાવેલ હતું કે આપણા દેશમાં પ કરોડથી વધારે નાગરીકો ડિપ્રેન્શનથી પીડાય છે. વિશ્ર્વમાં ૩૨ કરોડથી વધારે નાગરીકો ડિપ્રેશનની અસર નીચે જીવે છે.હતાશા નિવારણ અને સારવારની માહીતી આપતા ડો. ખોયાણીએ જણાવેલ હતું કે ઊંચી આવકવાળા દેશોમાં પણ હતાશા ધરાવતા ૫૦ ટકા લોકો સારવાર નથી પામતા, વિશ્ર્વ આરોગ્ય સંસ્થાના અભ્યાસો સૂચવે છે. કે હતાશા અને વ્યગ્રતાના વિકારો વિશ્ર્વના અર્થતંત્રને દર વર્ષે ૧ ટ્રીલીયન ડોલરથી વધુ ખર્ચ કરાવે છે.. હતાશા સામાજીક, માનસીક અને શારીરિક પરીબળોની જટીલ આંતરક્રિયામાંથી જન્મે છે