હિન્દી ફિલ્મોમાં ભલે ઓછા ગીતો ગાયા હોય, પણ જેટલા ગીતો ગાયા તે ખુબ જ લોકપ્રિય થયા, ઘેરા અને માદક અવાજનો નશો આજે પણ શ્રોતાઓના દિલોદિમાગ પર છવાયેલો છે
૩૦ નવેમ્બર ૧૯૩૬ના રોજ સુધા મલ્હોત્રાનો જન્મ નવી દિલ્હી ખાતે થયો, તેમનું બાળપણ ભોપાલ- ફિરોઝપુર અને લાહોર જેવા શહેરોમાં વિત્યું, એ જમાનામાં ફિરોઝપુરમાં રેડક્રોસ સંસ્થાને મદદ કરવા એક સંગીત કાર્યક્રમ યોજાયો હતો તેમાં સુધા મલ્હોત્રાએ ગીતો ગાયા હતા. આ કાર્યક્રમમાં પ્રસિધ્ધ સંગીતકાર ગુલામ હૈદરે સુધાજીનો અવાજ સાંભવ્યોને પ્રભાવિત થયા હતા. થોડા સમય બાદ લાહોર ઓઇ ઇન્ડિયા રેડિયોમાં ગાવાનું શરૂ કર્યુ. આ ગાળામાં સંગીતની તાલિમ ઉસ્તાદ અબ્દુલ રહેમાન ખાન અને પંડિત લક્ષ્મણપ્રસાદ જયપૂરવાલે પાસેથી મેળવી હતી.
માત્ર ૧૧ વર્ષની વયે સુધા મલ્હોત્રાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પગ મૂકયો હતો. એ જમાનાના મહાન સંગીતકાર અનિલ વિશ્ર્વાસે તેમને પ્રથમવાર ગાવાની તક આપી. પહેલા ગીતના શબ્દો ‘મિલા ગયે નૈન’ હતા. બાદમાં સતત બે દશકા સુધી સુંદર કદીના ભૂલી શકાય એવા અમર ગીતો ગાયા. ફિલ્મી ગાયિકા તરીકે ભલે ઓછા ગીતો ગાયા, પણ જેટલા ગીતો ગાયા તે ખુબ જ લોકપ્રિય થયા હતા. તેમનાં ઘેરા અને માદક અવાજનો નશો આજે પણ શ્રોતાઓના દિલોદિમાગ પર છવાયેલો છે. તેમણે ફિલ્મી ગીતો ઉપરાંત સુંદર ભજનો પણ ગાયા છે. તેમના અવાજની ઘેઘુરતા કુદરતની આપેલી અણમોલ ભેટ હતી.
૧૯૫૮-૫૯ના સમય ગાળામાં ‘દીદી’ ફિલ્મનાં ગીતોનું રેકોડિંગ ચાલતુ હતું. સાિ!ર લુધયાનવીના ગીતોને સંગીત એન. દતા બે આપ્યું હતું. આ ફિલ્મના ‘બરચો તુમ તકદીર હો કલકે હિન્દુસ્તાનકી’ અને પ્યાર હી મુઝે દરકાર હે’ જેવા શ્રેષ્ઠ ગીતોનો સમાવેશ હતો. એકગીતનાં રેકોર્ડિગ વખતે જ એન. દતાની તબિયત બગડી, ગીત રેકોર્ડ કરવું જરૂરી જ હતું ત્યારે સુધાજીએ ગીતની તર્જ બનાવીને કામપૂર્ણ કર્યુ ને સાથે જ ફિલ્મ જગતનાં શ્રેષ્ઠ ગીતમાં જેની ગણના થાય છે. તે ‘તુમ મુઝે ભૂલ ભી જાઓ તો યે હક હે તુમકો’ અવિસ્મરણીય ગીત બની ગયું.
સુધા મલ્હોત્રાના અલગ અંદાજથી ગવાયેલા ગીતોને કારણે અને સુંદર અવાજને લીધે ટુકા સમય ગાળામાં આગવી ઓળખ ઉભી કરીને પ્રથમ હરોળની ગાયિકા બની હતી. ‘બરસાત કી રાત’ ફિલ્મની કવ્વાલી આજે પણ લોકો યાદ કરે છે. તેમને ગાયેલા તમામ ગીતો સુપરહિટ બની ગયા હતા. એ જમાનાના લગભગ બધાજ ગાયક કલાકારો સાથે તેમણે સુંદર યુગલ ગીતો ગાયા હતા.
સુધા મલ્હોત્રાએ હિન્દી ફિલ્મમાં અભિનય અને ગાયિકા તરીકે ૧૯૫૦થી ૧૯૬૦ના દશકામાં હિટ ફિલ્મોમાં સુંદરગીતો ગાયા હતા. તેમની આરજુ, ધુલકાફૂલ, અલ દિલ્હી દૂર નહી. ગર્લફ્રેંડ, દીદી, બરસાત કી રાત, કાલાપાની, દેખ કબીરા રોયા, જેવી અનેક ફિલ્માં હિટગીતો આપ્યા. છેલ્લે તેમણે ૧૯૮૨માં રાજકપૂરની ફિલ્મ ‘પ્રેમરોગ’માં મુજરાટાઇપ સોંગ ‘યે પ્યાર તો કુછ કુછ હોતા હે’ ગાયું હતું. હિન્દી ફિલ્મો સુધાજીએ અરૂણ દાતે સાથે સુંદર મરાઠી ભજનો પણ ગાયા હતા.
તેમની સફળ કારકિર્દી ‘૧૯૫૪થી ૧૯૮૨ રહી હતી. ૨૦૧૩માં ભારત સરકાર દ્વારા સુધા મલ્હોત્રાને પદ્મશ્રી એવોર્ડથી સન્માનીત કર્યા હતા. તેમની પ્રથમ ફિલ્મ ‘આરજુ’ હતી. તેમણે લગ્ન પછી બોલીવુડ છોડયું પણ ૧૯૮૨માં પ્રેમરોગ ફિલ્મમાં કેટલાક એલ્બમ રેકોર્ડ કર્યા જેમાં ‘લડમુડ’માં ગઝલગાયક જગજીતસિંહ સાથે ઉમદાગઝલો ગાય હતી. મરાઠી ભજન, શુકરતારા મંડવારા આજે પણ હિટ છે. તેમણે ૧૫૫ ફિલ્મોમાં ૨૬૪ ગીતો ગાયા હતા.
સુધા મલ્હોત્રાની હિટ ફિલ્મોમાં દેખકબીરા રોયા (૧૯૫૭) બરસાત કી રાત (૧૯૬૦), ધૂલકા ફૂલ (૧૯૫૯), દિલે નાદાન (૧૯૫૩) વગેરે જેવી હિટ ફિલ્મની ગણનો થાય છે. તેમણે સાહિર લુધયાન વીના ગીતો વધારે ગયા હોવાથી બન્ને વચ્ચેની વાતોએ જમાનામાં ચાલી હતી. જોકે સાહિરે પણ ચલો ઇક બાર સે હમ અજનબી બન જાયે જેવા પ્રેમગીતો લખ્યા હતા. આરજુ (૧૯૫૦), ચલતીકા નામ ગાડી (૧૯૫૮) અને બાબર (૧૯૪૮)જેવી ફિલ્મો ગીતો ગાયને સુધાજી અન ફરગો ટેબલ સીંગર બની ગયા હતા.સુધા મલ્હોત્રાના ટોપ-૧૦ ગીતોને કારણે તે જૂના ગીતોના ચાહકોમાં સદૈવ અમર થઇ ગયા હતા. ૧૯૫૯માં ફિલ્મ ‘દીદી’ના “તુમ મુઝે ભૂલ ભી જાઓ, ૧૯૫૦માં આરજુ ફિલ્મના ગીત મીલા ગયે નૈન’, ૧૯૫૪માં મિર્ઝા ગાલિબ ફિલ્મનું ‘ગંગાકી રેત પે ૧૯૫૭માં અલ દિલ્હી દૂર નહી ફિલ્મમાં, માલિક તેરે જર્હામે, સાથે હિટ ફિલ્મો ચલતી કા નામ ગાડી, હિરામોતી, ગર્લફેન્ડ, બાબર, કાલાબજાર અને પ્રેમરોગના ગીતોની ગણના થાય છે.
તેમણે સુમન કલ્યાણપૂર, મોહંમદ રફી, મન્નાડે, હેમંતકુમાર, મહેન્દ્ર કપુર, લતાજી, મુકેશ, કિશોરકુમાર જેવા ગાયકો સાથે સુંદર યુગલ ગીતો ગાયા હતા. બોલીવુડના ગોલ્ડન ખેરામાં સુધા મલ્હોત્રાનો જાદુઇ અવાજ જ ગીતોને હિટ બનાવી દેતો. તે પોતાના સ્વરચિત ગીતો ગાતા હતા. તેમણે બાળ કલાકારો માટે ઘણા ગીતો ગાયા હતા. ‘કાલાપાની’ ફિલ્મનું ભજપ ખુબ જ લોકપ્રિય થયેલું હતુ. સાહિર લુધયાનવીનાં શબ્દોને સુધાજીએ સ્વર આપીને અમર બનાવી દીધા હતા.