શહેરમાં ચાલી રહેલા લોકડાઉનના કારણે તમામ નાના મોટર કામ ધંધા બંધ હોવાથી શહેરની ભાગોળે હાઇ-વે પર ઝુંપડામાં રહેતા અને ટકનું લાવી ટક ગુજરાત ચલાવતા અનેક પરિવારોને લોકડાઉનના કારણે ભારે હાલકીનો સામનો કારવો પડી રહ્યો છે. ત્યારે આવા ગરીબ લોકોની વ્હારે ટ્રાફિક પોલીસ આવી છે.
શહેર પોલીસ કમિશ્ર્નર મનોજ અગ્રવાલની સુચનાની ટ્રાફિક પોલીસના એ.સી.પી. ચાવડાન માર્ગદર્શન હેઠળ પીઆઇ એસએન ગડુ તથા તેની ટીમ દ્વારા રાજકોટની બહાર હાઇ-વે પર ઝુપડામાં રહેતા ગરીબ લોકોને અનાજની કીટનું વિતરણ કર્યુ હતું. લોકડાઉનમાં ગરીબલોકોને અને તેના પરિવારને મુશ્કેલી ન પડે તે માતે તેઓની નજીક તેઓને રાશનની કીટ આપી જરૂરી સામન પહોંચાડી ઉમદા કામગીરી ટ્રાફિક પોલીસે કરી હતી.