કોરોના મહામારીના કારણે હાલ રાજયના 36 શહેરોમાં “મિનિ લોકડાઉન” લાગુ છે. સમગ્ર રાજ્યમાં દિવસ દરમિયાન પણ કડક નિયમો લદાયા છે. પરંતુ અમુક લોકો જાણે કોરોનાને આમંત્રણ આપવામાં જ માનતા હોય તેમ ઠેક ઠેકાણે નિયમોનો ઉલાળિયો જોવા મળે છે. બેવકૂફ અને બેખૌફ લોકોને કારણે જ કોરોનાની બીજી લહેર વધુ ઘાતકી સાબિત થઈ છે. તાજેતરમાં યોજાયેલી ચૂંટણીઑને કારણે જ કોરોનાને વધુ પ્રસરવાની તક મળી છે. ત્યારે ગોંડલ નાગરિક સહકારી બેન્ક પણ આનો એક ભાગ બની છે. કોરોના મહામારી દરમિયાન પણ ચૂંટણી યોજીને મૂર્ખામી ભર્યું કાર્ય કર્યું છે.

ગોંડલ નાગરિક સહકારી બેન્કના ડિરેક્ટર યતિષભાઈ દેસાઈએ બેન્કના જનરલ મેનેજર અને ચૂંટણી અધિકારી, જિલ્લા રજીસ્ટ્રારને પત્ર લખ્યો છે કે ગોંડલ નાગરિક સહકારી બેંક લી., ગોંડલના ડીરેકટરોની બીનહરીફ ચુંટણી થયેલ છે. રાજય સરકારના તા. ૧૬-૪-૨૦૨૧ના જાહેર નામા મુજબ કોઈપણ ચુંટણી યોજવી નહી તેમ આદેશ અપાયા છે. આ અંગેનું જાહેરનામુ હોવા છતા પણ બેંકના સતાઘીશોએ ગેરકાયદેસર રીતે બેઠા થાળે બેંકના બોર્ડ ઓફ ડીરેકટરની મીટીંગના એજન્ડામાં લીધા વિના કે જીલ્લા રજીસ્ટ્રારને જાણ કર્યા વિના સરકારમાં પોતાની રહેલી વગનો દાદાગીરીથી દુર ઉપયોગ કરી જીલ્લા રજીસ્ટ્રારને જાણ કર્યા વિના આ ગેરકાયદેસર ચુંટણી યોજેલ હતી. તેને રદ કરવા અને બંને ગેરકાયદેસર ચુંટાયેલા ઉમેદવારોને કામ કરતા અટકાવવા અંગેની અરજી કરવામાં આવી છે.

Screenshot 4 16

બેંકના ડીરેકટર યતીશ દેસાઈએ જીલ્લા રજીસ્ટ્રારને ટેલીફોનીક વાત કરતા તેઓ આ બાબતથી અજાણ હતા માટે સોશ્યલ મીડીયામાં ચુંટાયેલા ઉમેદવારોની વાહ વાહ કરતા લોકો રાજય સરકારનું જાહેરનામુ જરૂરથી વાંચે તેમજ ગોંડલના પ્રજાજનો ઓક્સિજન બાટલા અને હોસ્પિટલના બેડ અને વેન્ટીલેટર માટે કરગરતા હોય ત્યારે આ કહેવાતા સેવા ભાવીઓ ચુંટણી યોજી પ્રજા દ્રોહ કરી રહયા છે તેમ આક્ષેપો થઈ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.