આવતા સોમવારથી વિશ્ર્વનો સૌથી લાંબો તહેવાર ‘નવ દિવસની નવ’ રાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે પ્રાચિન ગરબીઓ સાથે અર્વાચિન રાસોત્સવના આયોજકો તેના આયોજનની તડામાર તૈયારી કરી રહ્યા છે. દાંડીયા રાસમાં કે ગરબીમાં સંગીતના તાલે અને ઢોલ-નગારા – શરણાઇના સુરનું મહત્વ હોવાથી શહેરના સાજીંદાઓ સંગીત વાદ્યોને સજજ કરી રહ્યા છ. સંગીત સાધનોના વેચાણકર્તા અને તેના રીપેરીંગ કરતા વ્યવસાયકારોમાં પણ ભીડ જોવા મળે છે.
હારમોનિયમ, તબલા, ઢોલ, ઢોલક કે ડ્રમ જેવા સાધનોની ખરીદીમાં પણ શહેરીજનો અને આયોજકો ઉમટી પડયા છે. રાસ ઝરમરમાં રૂમઝુમ થવા ખેલૈયાઓનું ઝુમવા પણ વાદ્ય કલાકારો નવી નવી તર્જ બનાવી રહ્યા છે. શહેરમાં દરરોજ સાંજે ગરબીની બાળાઓ પ્રેકટીસ કરી રહી છે. તો અર્વાચીન દાંડીયા રાસ માટે યુવા વર્ગ નવા નવા સ્ટેપ શીખી રહ્યા છે.