રાજુલામાં છેલ્લા ઘણા દિવસથી રેલવે જમીન વિવાદ અને કોંગ્રેસના દેખાવોને લઇને ચર્ચામાં હતું. અહીં રેલવે જમીન વિવાદ મામલે કોંગ્રેસ ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. તેઓએ રાજુલામાં આમરણ ઉપવાસ પણ શરૂ કર્યા હતા. ગુજરાત કોંગ્રેસના ટોચના નેતાઓ પણ અંબરીશ ડેરના સમર્થનમાં રાજુલા દોડી આવ્યા હતા. ત્યારે હવે નગરપાલિકા સાથે એમઓયુ રદ કરવામાં આવ્યા છે. ત્યારે આંદોલનને સફળતા મળતા અંબરીશ ડેર દ્વારા રાજુલામાં ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી.
રેલવે દ્વારા પ્રેસએવું જણાવવામાં આવ્યું કે નગરપાલિકા સાથે થયેલા એમઓયુ રદ કરવામાં આવે છે અને આ જમીન હવે ગોડાઉન બનાવવા માટે અને સોલાર પેનલ પ્લાન્ટ બનાવવા માટે ફાળવવામાં આવે છે. આ જમીન ઘોડાઓને સોલાર પાવર પ્લાન્ટ માટે ફાળવવામાં આવતાં ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા સ્વાગત કરવામાં આવેલ છે અને ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો.
તો આ અંગે કોંગ્રેસ ધારાસભ્ય અંબરીશ ડેરનું કહેવું છે કે આ ગોડાઉન અને સોલાર પાવર પ્લાન્ટ થવાથી લોકોને રોજગારી મળ રહેશે અને ખાસ ખેડૂત મિત્રોને ફાયદો થશે. કારણ કે FCI ગોડાઉન થવાથી અહીં અન્નનો મોટા પ્રમાણે સંગ્રહ થશે. પત્રકારોએ બ્યુટીફીકેશન પાર્કને ગાર્ડન વિશે પ્રશ્ન પૂછતા ધારાસભ્ય એવું જણાવ્યું કે નગરપાલિકા સાથે વિચાર વિમર્શ કરી અને બીજી જમીન વિશે તપાસ કરીને બીજી જગ્યાઓ પર ગાર્ડન અને બ્યુટીફીકેશન પાર્ક બનાવવામાં આવશે.