આ રીતે લોટ બાંધશો તો રોટલી તમારી મમ્મી બનાવે છે. તેવી જ ફુલેલી બનશે…
– રોટલી તો ફુલેલી અને સોફ્ટ હોય ત્યારે જ તેને ખાવાની મજા આવે છે. એટલે જ મોટાભાગના પુરુષોને તેમના મમ્મીના હાથની રોટલી ખાવાનો ક્રેઝ હોય છે. રોટલી સારી બનાવવા માટે તેને વણવાની અને ચોડાવવાની પ્રક્રિયા જેટલી મહત્વની છે. તેટલી અગત્યની પ્રક્રિયા જેટલી લોટ બાંધવાની છે. જો લોટ બરાબર નહિં બંધાય તો તમારી રોટલી પણ સોફ્ટ નહિં બને. આથી લોટ બાંધતી વખતે આટલી ટિપ્સ ધ્યાનમાં રાખશો તો સોફ્ટ અને ફુલેલી રોટલી બનાવવામાં તકલીફ નહિ પડે.
સોફ્ટ રોટલી માટે :
– રોટલી સોફ્ટ બનાવવા માટે લોટ બાંધતી વખતે પાણી સાથે અડધો કપ દૂધ મિક્સ કરી લેવું લોટમાં દૂધ ઉમેરવાથી રોટલીમાં વધારે સોફ્ટનેસ આવે છે.
ક્યાં સુધી મસળવો જોઇએ :
– લોટ ત્યાં સુધી મસળવો જોઇએ જ્યાં સુધી તે તમારા હાથને ચોંટવાનું બંધ ન કરે. જો આથીવહેલો લોટ મસળાનું બંધ કરી દેશો તો લોટ વધારે ઢીલો બંધાઇ જશે. અને રોટલી વણવામાં મજા નહિ આવે.
તરત રોટલી ન બનાવો :
– ઘણા લોકોને લોટ બાંધીને તરત જ રોટલી બનાવવાની ટેવ હોય છે. પરંતુ સારી રોટલી બનાવવ માટે લોટ બાંધ્યા પછી લોટ પર સહેજ ભીનો હાથ દઇ તેને ભીના કપડાથી ઢાંકીને અડધો કલાક મુકી રાખવી જોઇએ.
મોણ નાખવો :
– રોટલી સોફ્ટ બનાવવા માટે લોટ બાંધતી વખતે તેમાં દેશી ઘી કે તેલનું મોણ નાખવું જોઇએ. આમ કરવાથી રોટલી સોફ્ટ અને ફુલેલી બને છે.