આપણા પુરાણો વૃક્ષોનું અનન્ય મહત્વ છે. આ માટે વૃક્ષોની વાવણી અને જતન ખુબ જરૂરી છે.
જયોતિષની દ્રષ્ટીએ પર્યાવરણની દ્રષ્ટિએ આરોગ્યની દ્રષ્ટીએ અને વિશ્ર્વના રક્ષણ માટે વ્યકિતગત લાભ માટે વૃક્ષો વાવવા ફળદાયી નિવડે છે. ધાર્મિક વિધિ માનસીક શાંતી, સારા આરોગ્ય માટે પીપળો ઉપયોગી છે.
જન્મ નક્ષત્ર પ્રમાણે વૃક્ષો વાવવાથી જીવનમાં જ્ઞાન-વિદ્યા અને લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે
લક્ષ્મીની પ્રાપ્તી માટે મહાદેવજીની કૃપા મેળવવા માટે બીલીનું વૃક્ષ શુભ છે. તેમજ લીમડાનું મહત્વ શારીરીક પીડા દૂર કરવા માટે તથા જ્ઞાનની પ્રાપ્તી માટે ઉપયોગી છે.
આંબાના વૃક્ષનું મહત્વ રિધ્ધિ સિધ્ધિ માટે ઉપયોગી છે. ઉમરાનું વૃક્ષ ભકિત માટે રૂખડાનું વૃક્ષ વૈરાગ્ય માટે તેમજ આસોપાલવ વાવવાથી નવ ગ્રહ શાંતી થાય છે.
જન્મકુંડળીમાં જન્મનું નક્ષત્ર લખેલ હોય છે તે પ્રમાણે વૃક્ષો વાવીએ તોજીવનમાં પ્રગતી ભાગ્યોદય અને જ્ઞાન વિદ્યાની લક્ષ્મીની પ્રાપ્તી થાય છે. રોગ શત્રુ પણ દૂર થાય છે. જીવનના ઉપદ્રવો નાશ પામે છે.
ચોમાસાની ઋતુ આવી રહી છે.ત્યારે આ વૃક્ષો વાવી તોતુરંત વૃધ્ધિ થાય છે.
જન્મનક્ષત્ર પ્રમાણે વૃક્ષ જોઈએ તો
અશ્વિની નક્ષત્રમાં ઝેરકોચલું, ભરણીમાં આંબો, કૃતિકામાં ઉમરો, રોહિણીમાં જાંબુડો, મૃગશિર્ષમાં ખેર, આર્દ્રામાં અગર, પુનર્વસુમાં વાંસ, પુષ્યમાં પીપળો, આશ્ર્લેષામાં ચંપો, મઘામાં વડ, પૂર્વાફાલ્ગુનીમાં ખાખરો, ઉતરાફાલ્ગુનીમાં પીપળો, હસ્તમાં કાંચકા, ચિત્રામાં બીલી, સ્વાતીમાં કડાયો, વીશાખામાં બાવળ, અનુરાધામાં ચંપો, જયેષ્ઠામાં લોદર, મુળમાં રાળ, પુર્વાષાઢામાં નેતર, ઉતરાષાઢામાં ફણસ, શ્રવણમાં આંકડો, ઘનિષ્ઠામાં ખીજડો, શતાભિષામાં કદમ, પૂર્વાભાદ્રપદમાં આંબો, ઉતરાભાદ્રપદમાં લીમડો અને રેવતીમાં મહુડો વાવવો ઘણો લાભદાયી છે.
આ ઉપરાંત આસોપાલવ આંબો, લીંમડો, પીપળો, વડ આ બધા વૃક્ષ કોઈપણ વ્યકિત વાવી શકે છે.
ગ્રહના નંગ કરતા વૃક્ષો વધારે ફળદાયી છે. અત્યારના સમયમાં ગ્રહોના સાચા વૃક્ષ નંગ મેળવવા કઠીન અને મોંઘા છે. આથી જન્મ નક્ષત્રનું વૃક્ષ વાવી જતન કરવાથી જીવનમાં પ્રગતી થાય છે. તેમ શાસ્ત્રી રાજદીપ જોષીની યાદીમાં જણાવાયું છે.