સૂર્યનો ક્રાંતિવૃત્ત અને આકાશી વિષુવવૃત્ત વર્ષમાં બે વખત એકબીજાને છેદે છે. આ છેદન બિંદુને સંપાત દિવસ કહેવામાં આવે છે. તા. ર0 મી માર્ચ શનિવાર દિવસ અને રાત 1ર-1ર કલાકના સરખા જોવા મળશે. તા. ર1 મી રવિવારથી દિવસ ક્રમશ: લંબાતો જાય છે. આ ખગોળીય ઘટનાને અનુભવ કરવા ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ અપીલ કરી છે. જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે તા. ર0 મી માર્ચ શનિવાર દિવસ 1ર કલાક ને 04 મિનિટનો, રાત્રિ 11 કલાક ને પ6 મિનિટ રહેશે. સૂર્યોદય સવારે 6 કલાક 4પ મિનિટ અને સૂર્યાસ્ત 6 કલાક 49 મિનિટે થશે. તા. ર1 મી માર્ચથી ઉત્તરોતર દિવસ ક્રમશ: સેક્ધડની ગણતરીએ લંબાતો જશે. દેશના પ્રમુખ શહેરોમાં સરખા દિવસમાં પાંચ-સાત મિનિટનો સમયાનુસાર ફેરફાર તફાવત જોવા મળશે. આ દિવસ પછી સૂર્ય ઉત્તર તરફ ખસતો જતા ઉત્તર ગોળાર્ધની દિવસની લંબાઈ વધતી જાય છે અને રાત ટૂંકી થતી જાય છે. વિશેષમાં જયંત પંડયાએ જણાવ્યું કે વસંત સંપાત દિવસ પછી ગરમી શરૂ થાય છે કારણ કે પૃથ્વી પોતાની ધરી ર3.પ ને ખૂણે નમેલી હોય છે. હવે પૃથ્વીનું ઉત્તર તરફનું માથું સૂર્ય તરફ તેટલા ખૂણે નમેલું જોવા મળશે. આપણે ઉત્તર ગોળાર્ધમાં વસવાટ કરતા હોવાથી સૂર્યના સીધા કિરણો આપણા વિસ્તારમાં આવતા હોવાને કારણે ગરમીનું પ્રમાણ વધે છે. જયારે ર1 મી જૂન પછી સુર્ય પુન: દક્ષિણ દિશા તરફ વળે છે તેથી તેને દક્ષિણાયન કહે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.