૫૭ વર્ષથી ઉદ્યોગ જગતને પથદર્શક બનવાનો સંનિષ્ઠ પ્રયાસ
રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લીમીટેડ દ્વારા પ્રાયોજિત અને ઉદ્યોગ જગતને એમની ઉત્પાદન ક્ષમતા વધારીને કર્મચારીઓની સુરક્ષા, આરોગ્ય અને સુખાકારી માટે છેલ્લા ૫૭ વર્ષોથી અવિરત કાર્ય કરતી કચ્છ-સૌરાષ્ટ્ર પ્રોડકટીવીટી કાઉન્સીલ સંસ્થા દ્વારા દર મહિને નિયમિતપણે કરવામાં આવતો મોટીવેશનલ સેમિનાર રાજકોટમાં આયોજિત કરવામાં આવ્યો હતો.
આ સંસ્થા દ્વારા દરેક પ્રકારના ઉદ્યોગોમાં કાર્ય કરતા અધિકારીઓથી લઈને ચોથી શ્રેણીનાં કર્મચારીઓની સુખાકારી, સુરક્ષા તેમજ આરોગ્યલક્ષી પ્રશ્ર્નોનું સુખદ સમાધાન મળી રહે તે માટેનાં પ્રયાસો કરવામાં આવે છે. સાથો સાથ ઉદ્યોગગૃહ પોતાની પ્રોડકટની ગુણવત્તા સુધારે, ઉત્પાદન ક્ષમતા વધારે, પ્રદુષણ ના ફેલાય તેમજ કાચા તથા તૈયાર થતા માલનો થતો વ્યય કઈ રીતે અંકુશમાં લાવી શકાય તે માટેનો પ્રેરણાત્મક સેમિનાર યોજવામાં આવ્યો હતો.
રજપુતપરામાં આવેલ બાન હોલ ખાતે આયોજિત આ મોટીવેશનલ સેમિનાર મુખ્ય અતિથી ગાંધી સ્પાઈસીસ પ્રા.લી.ના ડાયરેકટર સુધિર દૂબલે આવા સેમિનારની મહત્વતા વિશે પ્રકાશ પાડયો હતો. પ્રખ્યાત હાથી બ્રાન્ડ મસાલાનું ઉત્પાદન કરતા સુધીર દુબલે જણાવ્યું હતું કે, ફૂડ ઈન્ડસ્ટ્રીઝ માટે કવોલિટી જાળવવાની સાથો સાથ સ્વચ્છતા ખાસ જ‚રી માનવામાં આવે છે. કેમ કે દરેક ફૂડ ઈન્ડસ્ટ્રીઝ જન આરોગ્ય સાથે સબંધ ધરાવે છે.વળી મસાલામાં વપરાતા ઊંચી કવોલીટીનાં કાચા માલ તેમજ તૈયાર મસાલાનો ખોટો વ્યય ન થાય તે પણ એટલું જ જ‚રી મનાય છે. આવા સંજોગોમાં કચ્છ-સૌરાષ્ટ્ર પ્રોડકટીવિટી કાઉન્સીલ આ ક્ષેત્રે આવા સેમિનારો થકી ઉદ્યોગ જગત માટે પથદર્શકનું કામ કરે છે.
સંસ્થાના માનદ સેક્રેટરી મનહરભાઈ મજીઠીયાએ ‘અબતક’ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, ભારતીય મજૂર સંઘના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ હસુભાઈ દવે આ સંસ્થાના પ્રેસીડેન્ટ છે. આ સંસ્થાની મોટીવેશનલ એક્ટિવીટી પાછલા ૫૭ વર્ષથી ચાલી રહી છે. ૩૬ મહાનગરોમાં કાર્યરત આ પ્રોજેકટ અંતર્ગત ટ્રેઈની પ્રોગ્રામ, સેમિનાર, વાર્તાલાપ તથા તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવે છે. જણાય ત્યાં ઈન કંપની પ્રોગ્રામ હેઠળ ટ્રેઈની ટીમ જે તે કારખાનાઓમાં જઈને કર્મચારીઓને મોટીવેટેડ કરે છે.
કચ્છ-સૌરાષ્ટ્ર પ્રોડકટીવિટી કાઉન્સીલ દ્વારા સંચાલિત ‘ઉત્પાદકતા’ નામનું ગુજરાતી માસિક છેલ્લા ૪૨ વર્ષથી ઈન્ડસ્ટ્રીઝને ઉત્પાદન વધારવા માટેનું મોટીવેશનલ માર્ગદર્શન આપે છે. જેમાં હસુભાઈ દવે દ્વારા અધિકારીઓ, કર્મચારીઓને તેમના ક્ષેત્રમાં ઉપયોગી કાયદાકિય માહિતી માર્ગદર્શન પૂરું પડાય છે.
આજનાં આ સેમિનારમાં મોટીવેશનલ ટ્રેનર પરાગભાઈ કકૈયા દ્વારા વાર્તાલાપ, સમૂહ ચર્ચા, પ્રશ્ર્નોતરીની સાથે સાથે પ્રોજેકટર સ્પાઈડ દ્વારા સચોટ અને ગહન અભ્યાસપૂર્ણ માહિતી આપી હાજર રહેલા ઉદ્યોગ જગતમાં કાર્ય કરતા અધિકારીઓ અનેક કર્મચારીઓને મોટીવેટેડ કરવામાં આવ્યા હતા. જેમાં મુખ્યત્વે નકારાત્મક દ્રષ્ટિ બદલવાની ટેકનિક શિખવવામાં આવી હતી. જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિની વાત કહેતી આ ટેકનિક દ્વારા ઓટો અને અધ કચરો દ્રષ્ટિકોણ બદલવાથી થતા ફાયદા છે. દાખલા દ્રષ્ટાંત સહિત સમજાવવામાં આવ્યા હતા. જેનાથી હાજર શ્રોતા સમૂહ પ્રભાવિત થયા હતા. પરાગભાઈ કકૈયાના કહેવા અનુસાર સમસ્યાઓ બહાર નહીં પણ વ્યક્તિની પોતાની દ્રષ્ટિમાં જ હોય છે જે બદલવાથી દરેક સમસ્યાઓનું સમાધાન મળી રહે છે.