વિશ્વ સાયકલ દિવસે કોર્પોરેશન  દ્વારા શહેરીજનોને ભેટ આપવામાં આવી છે.નવી સાયકલ ખરીદનારને રૂ.૧ હજારનું  તથા ઈ-બાઈક ખરીદનારને રૂ.૫ હજારનું વળતર આપવાની  યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

વિશ્વ સાયકલ દિવસે શાસકોની શહેરીજનોને ભેટ

આ અંગે વધુ માહિતી આપતા મેયર ડૉ.પ્રદિપ ડવ, ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળાએ જણાવ્યું હતું કે,સાયકલ શેરિંગના પ્રોજેક્ટનો વ્યાપ વધે અને પ્રદુષણની માત્ર ઘટે તેમજ સાયકલીંગ કરવાથી આરોગ્ય સારુ રહે તેવા શુભ હેતુથી ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ના બજેટમાં સાયકલ પ્રમોશન પ્રોજેક્ટ હેઠળ ખાસ રૂ.૧ કરોડની તથા વર્ષ ૨૦૨૦-૨૧ના બજેટમાં સાયકલ પ્રમોશન પ્રોજકેટ હેઠળ ખાસ રૂ.૩૦ લાખ બજેટની જોગવાઈ કરવામાં આવેલ છે.

જે અંતર્ગત આ યોજનાની અમલ તારીખ બાદ ફક્ત  શહેરીજનો દ્વારા ખરીદ કરવામાં આવેલી નવી સાયકલ ઉપર રૂ.૧૦૦૦/- કુટુંબ દીઠ એક વ્યક્તિને તેઓના બેંક ખાતામાં વળતર આપવાનું નક્કી કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ ૪,૫૦૦ વ્યક્તિઓએ લાભ લીધેલ અને  મહાપાલિકા દ્વારા રૂ.૪૫ લાખ જેટલી સબસીડી આપવામાં આવી હતી. ચાલુ વર્ષ  ૨૦૨૧-૨૨ના બજેટમાં સાયકલ પ્રમોશન પ્રોજેક્ટ હેઠળ રૂ.૫૦ લાખની બજેટ જોગવાઈ કરવામાં આવી છે.

સાયકલ ખરીદનારને ૧ હજાર અને ઈ-બાઇક લેનારને ૫ હજારની સબસીડી યોજનાનો આજથી આરંભ

મેયર ડૉ.પ્રદીપ ડવ સહિતના પદાધિકારીઓ દ્રારા સત્તાવાર જાહેરાત

આજે ૩ જુનના રોજ વિશ્વ સાયકલ દિવસ છે. તેના અનુસંધાને  મહાપાલિકા દ્વારા સાયકલ પ્રમોશન પ્રોજેક્ટ હેઠળ ૧૫ જુલાઈ ૨૦૧૯ રાજકોટના રહીશ જે શહેરીજનો દ્વારા નવી સાયકલ ખરીદ કરવામાં આવેલ હોય તેને અલગથી રૂ.૧૦૦૦/- તેઓના બેક ખાતામાં વધારાનું વળતર (સબસીડી) આપવાનું મંજુર કરવામાં આવેલ છે. અગાઉ કુટુંબ દીઠ એક વ્યક્તિને સાયકલ ખરીદનારને વળતર આપવામાં આવતું પરંતુ ચાલુ વર્ષે એક વ્યક્તિને બદલે સાયકલ ખરીદનાર તમામ વ્યક્તિઓને વળતર યોજનાનો લાભ આપવામાં આવશે.

ચાલુ વર્ષે ઈ-બાઈક પ્રમોશન પ્રોજેક્ટ પણ મંજુર કરવામાં આવેલ છે અને જરૂરી બજેટ જોગવાઈ કરવામાં આવેલ છે. આ પ્રોજેક્ટ હેઠળ રાજકોટ શહેરમાં રહેલો વ્યક્તિ નવું ઈ-બાઈક ખરીદ કરે તો આ યોજના હેઠળ રૂ.૫ હજારની સબસીડી આપવાનું પણ મંજુર કરાયુ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.