ઇફકોના મેનેજીંગ ડીરેકટર અને પોટાસ લી.ના પૂર્વ એમડી સામે ભ્રષ્ટચાર અંગે સીબીઆઇની કાર્યવાહી

દુબઇથી આયાત થતા કાચા માલ પર સબસિડીનો દાવો કરી સરકાર સાથે છેતરપિંડી કર્યાનો આરોપ લગાવાયો

ખાતરની આયાતમાં અનિયમિતતા અને સબસિડીના દાવાઓમાં ગેરરીતી આચરી મોટો ભ્રષ્ટાચાર કર્યાનું સીબીઆઇના ધ્યાને આવતા ઇફકોના મેનેજીંગ ડીરેકટર અને પોટાસ લી.ના પૂર્વ એમડી સામે સીબીઆઇ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

ઇફકોના મેનેજીંગ ડીરેકટર યુ.એસ.અવસ્થી અને પોટાસ લી.ના પૂર્વ એમડી પરવીનદરસિંગ ગહેલોત દ્વારા કિશાન ઇન્ટર નેશનલ ટ્રેડીંગ એફજેઇ પેટા કંપનીના નામે રસાયણીક ખાતર માટે દુબઇથી કાચા માલની થતી આયાતની સબસિડીમાં ગેરરીતી આચરી કૌભાંડ કર્યાનું સીબીઆઇના ધ્યાને આવ્યું હતું.

સીબીઆઇએ દિલ્હી, મુંબઇ અને ગુડગાવ ખાતે વ્યાપક પ્રમાણમાં દરોડા પાડયા હતા. જેમાં અવસ્થી અને ગહેલોત સાથે જોડાયેલા બાર સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. જેમાં રૂા.80 લાખ રોકડા, રૂા.5 કરોડની ફિકસ ડીપોઝીટ અને 19 સ્થાવર મિલકતો તેમજ 14 બેન્ક ખાતાની ડીટેઇલ મેળવી ઉંડી તપાસ હાથધરી છે. પરવિનદરસિંગ ગહેલોતના પુત્ર વિવેક ગહેલોત, દુબઇ સ્થીત જ્યોતિ ગૃપના કંપનીના પંકજ જૈન, વિરલ અર્થ ગૃપ, જ્યોતિ ટ્રેડીંગ કોર્પોરેશનના પ્રમુખ સંજય જૈન, વાઇસ પ્રેસિડેન્ટ અમરિન્દર ધારીસીંગ અને સીએ રાજીવ શકસેના સહિતના શખ્સોને આરોપી તરીકે જોડી ગુનો નોંધવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.