વૈશ્વિક મહામારી કોરોના કોવીડ-19 દરમ્યાન અનાથ થયેલા બાળકોના ભરણપોષણ, શિક્ષણ અને આરોગ્ય તેમજ રોજગારી સુધીની ચિંતા કરી રાજય સરકારે મુખ્યમંત્રી બાળ સેવા યોજના તાજેતરમાં અમલી કરી છે જે અંતર્ગત 0 થી 18 વર્ષની વય જુથના તેમજ અભ્યાસ ચાલુ હોય તો 24 વર્ષ સુધી પ્રતિ માસ રૂ.4000 ની સહાય કરાશે. ઉલ્લેખનીય છે કે, આ લાભાર્થી બાળકોની ઓળખ ગોપનીય રાખવાની હોય છે.
જુવેનાઇલ જસ્ટીસ એકટ-2015ની કલમ-2 (14)માં માતા-પિતા કે બાળકની કાળજી રાખનાર ન હોય તેવા બાળકોને કાળજી અને રક્ષણની જરૂરીયાતવાળા બાળક તરીકે ઓળખવામાં આવેલ છે. તેમજ જુવેનાઇલ જસ્ટીસ એકટ-2015 કલમ-74 મુજબ કાળજી અને રક્ષણની જરૂરીયાવાળા બાળકો, કાયદાના સંપર્કમાં આવેલ બાળકો અને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકોની માહીતી વિઝયુઅલ મીડીયા અથવા અન્ય કોઇ સંચારના સ્ત્રોત જેવા કે, પત્ર, મેગેઝીન, સમાચાર પત્ર, અથવા ઓડીયો વિઝયુઅલ મીડીયા અથવા અન્ય કોઇ સોશીયલ મીડીયા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટસઅપ, ટવીટર કે અન્ય માઘ્યમો દ્રારા કાળજી અને રક્ષણની જરૂરીયાતવાળા બાળકો કે કાયદા સાથે સંપર્કમાં આવેલ બાળકો અને કાયદાના સંઘર્ષમા આવેલ 0 થી 18 વર્ષની ઉંમરના બાળકો જેવા કે અનાથ, એક જ વાલીવાળા, નિરાઘાર, વિકલાંગતા ઘરાવતા, માનસિક બિમાર, બાળલગ્ન કરાયેલ, શોષિત, અસાઘ્ય રોગથી પિડાતા તેમજ કોઇ ગુનાનો ભોગ બનેલ હોય અથવા નજરે જોનાર હોય, કોઇ ગુન્હો કર્યાનો આક્ષેપ હોય તેવા અથવા જે બાળકો બાળ સંભાળ સંસ્થાઓમાં આશ્રય લઇ રહયા હોય તેવા તમામ બાળકોના નામ, સરનામા, ચિત્ર, ફોટોગ્રાફ, શાળા, લખાણ કે અન્ય કોઇ વિગતો તેમજ અન્ય રીતે બાળકોની ઓળખાણ છતી કરવા ઉપર પ્રતિબંઘ છે.
આ જોગવાઈઓનું ઉલ્લંઘન કરનાર જુવેનાઇલ જસ્ટીસ એકટ-2015ની કલમ-74 મુજબ 6 મહીના સુઘીની કેદની સજા અથવા રૂ.2,00,000/- સુઘીનો દંડ અથવા બન્નેની સજાને પાત્ર ઠરશે તેવું જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ભુજ દ્વારા જણાવાયું છે.