અબતક, રાજકોટ

કેન્દ્ર સરકારે રવિવારે રાજ્ય સરકારોને બધા દિવસ અને લાંબા કલાકો સુધી રેશનિંગની દુકાનો ખુલ્લી રાખવા જણાવ્યું આદેશ આપ્યા છે. ગરીબોને સબસિડીવાળા અને મફત અનાજનું વિતરણ સમયસર થઈ શકે એ માટે ખાદ્ય મંત્રાલય દ્વારા આ આદેશ જારી કરવામાં આવ્યો છે. નોંધનીય બાબત છે કે, કેન્દ્ર સરકારે દુકાનો રવિવારે પણ ચાલુ રાખવા આદેશ આપ્યો છે.

તાજેતરના લોકડાઉનમાં કેટલાક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં રેશન શોપ્સનો સમય ઘટાડવામાં આવ્યો હોવાની રજૂઆત પછી પુરવઠા મંત્રાલયે આ મુદ્દે એડવાઇઝરી જારી કરી છે. સરકારને ફરિયાદ કરવામાં આવી હતી કે, રેશનિંગની દુકાનોના સમયમાં ઘટાડો થવાથી લોકોને જરૂરી અનાજ લેવા માટે પૂરતો સમય ન મળે એવું બની શકે. મંત્રાલયે જણાવ્યું હતું કે, કેટલાક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં અત્યારના લોકડાઉનમાં સસ્તા અનાજની દુકાનોના સમયમાં ઘટાડો થયો હોઈ શકે.

કેન્દ્ર સરકારે કરેલા દુકાનનો સમય વધારવાનાં આદેશને સસ્તા અનાજના દુકાનદરોએ સ્વીકાર્યો: જરૂરીયાતમંદો તેમના હિસ્સાના અનાજથી વંચીત ન રહે તે માટે દુકાનદારો સતત પ્રયત્ન શીલ

જોકે, 15 મે, 2021ના રોજ જારી કરવામાં આવેલી એડવાઇઝરી મુજબ મહિનાના બધા દિવસ રેશન શોપ્સ ખુલ્લી રાખવાનું જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય ખાદ્યાન્ન સુરક્ષા કાયદા હેઠળ 80 કરોડ ગરીબોને સસ્તા અનાજની દુકાનો દ્વારા દેશભરમાં વ્યક્તિ દીઠ પાંચ કિગ્રા અનાજનું રૂ.1-3 કિલોના ભાવે વિતરણ કરી રહી છે. ઉપરાંત, આ જ લાભાર્થીઓને પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ બે મહિનાથી વધુ પાંચ કિગ્રા અનાજ વિના મૂલ્યે અપાઈ રહ્યું છે. જેથી કોવિડની બીજી લહેરમાં તેમની હાડમારીમાં ઘટાડો કરી શકાય.

એડવાઇઝરીમાં કેન્દ્ર સરકારે રાજ્યોને બંને યોજના હેઠળ અનાજના વિતરણ માટે આખો દિવસ રેશનિંગની દુકાનો ખુલ્લી રાખવા જણાવ્યું છે. તેની સાથે કોવિડના તમામ પ્રોટોકોલ્સનું પાલન કરવાનો પણ નિર્દેશ અપાયો છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે કોવિડની પ્રથમ લહેરમાં પણ શ્રમિકો સહિત ગરીબોને સસ્તા અનાજની દુકાનો દ્વારા ખાદ્યાન્નનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથોસાથ તમામ લાયસન્સધારકોને રવિવારે પણ દુકાનો શરૂ રાખવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે. જેથી તમામ લોકોને સમયસર પુરવઠો પૂરો પાડી શકાય.

કોઈપણ વ્યક્તિ અનાજ વિનાનો  ન રહે તેના માટે કટિબદ્ધ: નરેન્દ્ર ડવ

IMG 20210519 WA0110

સસ્તા અનાજ એસોસિએશન સૌરાષ્ટ્ર-કચ્છ મહામંત્રી નરેન્દ્રભાઇ ડવે કહ્યું હતું કે, રાજકોટ શહેર-જિલ્લામાં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પુરવઠા સચિવ દ્વારા મને જવાબદારી લોકોને અવિરતપણે અનાજનું વિતરણ થાય તે માટેની જવાબદારી સોંપવામાં આવી છે. રાજકોટ શહેરની કુલ 222 દુકાનો પૈકી 197 દુકાનોમાં અનાજનો જથ્થો પહોંચી ગયો છે અને વિતરણ  પણ શરૂ કરી દેવાયું છે. જો કે, આ વિતરણ 8મીના રોજથી જ શરૂ કરવાનો આદેશ હતો પણ પુરવઠાના અભાવે વિતરણ 11મીથી શરૂ કરવામાં આવ્યું હતું. હાલ બીપીએલ, એનએફએસ અને અંત્યોદય કાર્ડ ધારકોને અનાજનું વિતરણ કરાઈ રહ્યું છે. રાજકોટ જિલ્લાની જરૂરિયાત અંગે તેમણે કહ્યું હતું કે, અહીં ઘઉંની કુલ,1250 ટન, ચોખા 750 ટન અને ખાંડની 325 ટન જથ્થાની જરૂરિયાત પડતી હોય છે અને હાલ વિતરણ માટે પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. તેમણે વધુમાં કહ્યું કે, વડાપ્રધાને તમામ ગરીબવર્ગને વિનામૂલ્યે અનાજ વિતરણનું આહવાન કર્યું છે તેના માટે સસ્તા અનાજ એસોસિએશન સંપૂર્ણપણે તૈયાર છે. જરૂર પડ્યે વિતરણનો સમય વધારવાથી માંડી રવિવારે પણ વિતરણ વ્યવસ્થા ગોઠવવાની પણ તૈયારી કરી લેવામાં આવી છે.

જરૂર પડ્યે અડધી રાત્રે પણ દુકાનદારો ખડેપગે રહેશે: માવજી રખાશિયા

IMG 20210519 WA0112 1

રાજકોટ સસ્તા અનાજ એસોસિએશન પ્રમુખ માવજીભાઈ રખાશિયાએ કહ્યું હતું કે, હાલ તમામ દુકાનો ખાતે કોરોના ગાઈડલાઈનના પાલન સાથે વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે. કોઈ પણ કાર્ડ ધારકોને અનાજનું વિતરણ કરાઈ રહ્યું છે. જે પ્રમાણે વ્યક્તિદીઠ જથ્થો નક્કી કરવામાં આવ્યો છે તે પ્રમાણે હાલ વિતરણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અગાઉ કોરોનાની પ્રથમ લહેર દરમિયાન પરપ્રાંતીય શ્રમિકો તેમજ એવા લોકો જેમની પાસે કોઈ જ આધાર પુરાવો ન હોય તેમને પણ અનાજનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો સહયોગ મળ્યો હતો. હાલ રેગ્યુલર જથ્થાની સાથે વિનામૂલ્યે વિતરણ માટેનો જથ્થો પણ 50% જેટલો ઉપલબ્ધ છે અને ટૂંક સમયમાં વધુ 50% જથ્થો મળી રહેશે તેવી અમને ખાતરી છે. જે રીતે વડાપ્રધાને જાહેરાત કરી છે કે, રવિવારે પણ દુકાનો ચાલુ રાખવી તેના માટે અમે તૈયાર છીએ. અડધી રાત્રે પણ જરૂર પડશે તો સસ્તા અનાજ એસોસિએશનના તમામ લાયસન્સધારકો ખડેપગે રહેશે તેવી હું ખાતરી આપી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.