ચોમાસાની સીઝનમાં ગામડાઓમાં અવારનવાર સાપ- અજગરો નીકળતા હોય છે.ત્યારે સ્થાનિકો ફોરેસ્ટ વિભાગને જાણ કરી સાપ – અજગરના રેસ્ક્યુ કરી સલામત સ્થળે છોડી દેવામાં આવે છે.
ત્યારે સાબરકાંઠા વિજયનગર અદેપુર ગામે ધોલવાણી રેંજનાં ખેરવાડા રાઉન્ડનાં મોધરી બીટમાં 15 ફૂટ અજગર જોવા મળતા દોડધામ મચી હતી. સ્થાનિકોએ ફોરેસ્ટ ઓફિસરને જાણ કરી હતી. ફોરેસ્ટ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી પહોંચ્યાં હતા.
ફોરેસ્ટ અધિકારીઓએ અજગરને પકડવા તજવીજ હાથ ધરી હતી.ફોરેસ્ટ અધિકારીઓ અને ગામના સ્થાનિક લોકોએ અજગરને ભારે જહેમત બાદ પકડી પાડ્યો હતો. ફોરેસ્ટ અધિકારીઓ અજગરનું રેસ્ક્યુ કરી ખેરવાડાના જંગલમાં છોડી મૂકવામાં આવ્યો છે.