અદ્યતન ટેકનોલોજી ધરાવતા રેડીએશન મશીન હેલ્સયોન દ્વારા ટયુમર આવની સારવાર કરવામાં આવી
કેન્સર નામ સાંભળતા જ દરેકના મનમાં ડર અને હવે પછી શું..? તેવા પ્રશ્ર્નો ઉ૫સ્થિત થાય છે. અને જો આ બિમારીનો ભોગ બાળક બન્યું હોય તો તેના પરિવારજનો ના માથે તો આભ તૂટી પડે છે. આવા જ બ્રેઇન ટયુમરનો ભોગ બનેલા નવ વર્ષના બાળકને સ્ટલીંગ હોસ્પિટલના ડોકટરોએ નવજીવન બક્ષ્યું છે.
આ અંગે સ્ટલિંગ હોસ્પિટલમાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટ ખાતેની સ્ટલીંગ હોસ્પિટલએ અદ્યતન અને હાઇ-એન્ડ સારવાર માટે ઘણું જાણીતું નામ બનેલ છે. અહીં અદ્યતન અને વૈશ્ર્વિકસ્તરની ટેકનોલોજી અને નિષ્ણાંતો ડોટકરો દ્વારા સારવાર થકી અનેક દર્દીઓને ગંભીર બીમારીઓમાં કટોકટીની ક્ષણોમાં નવજીવન મળેલ છે.
આ કિસ્સાની વધુ જાણકારી આપતા સારવાર કરના નિષ્ણાંતો રેડીએશન ઓન્કોલોજીસ્ટ ડો. કેતન કાલરીયા જણાવે છે કે યુગ જીવાણી (ઉ.વ.૭) લગભગ ડિસેમ્બર મહીનમાં ચકકર આવવા, વસ્તુઓ બે બે દેખાડી, માથાનો દુ:ખાવો જેવી ફરીયાદો સાથે લાવવામાં આવેલ હતો અને યુગની વધુ તપાસ કરાવતા બ્રેઇન ટયુમન હોવાનું જણાયું હતું. ઉમર નાની હોવાથી બ્રેઇન ટયુમર માટેનું ઓપરેશન અથવા તો આ ગાંઠ કેન્સરની છે કે કેમ? એ જાણવું પણ ઘણું જટીલ હતું. ત્યારે આવા કિસ્સામાં રેડીએશન આપી સારવાર આપવાનો વિકલ્પ હાથ ધરાયો અને લગભગ દોઢ મહીનાની સારવાર બાદ યુગની તબીયતમાં ઘણો સુધારો નોંધાયો છે.
જવલ્લે જ જોવા મળતા આવા આ કેસમાં હવે યુગની તકલીફો હવે નહિવત થઇ ગઇ છે અને રેડીએશન પણ બંધ કરવામાં આવેલ છે અને યુગ અને તેના કુટુંબીજનોમાં ખુશીનું વાતાવરણ સજર્યુ હતું. ડો. કલારીયા આ તબકકે વધુમાં જણાવે છે કે અત્રેનું રેડીએશન મશીન સાઉથ ઇસ્ટ એશિયાનં સર્વ પ્રથમ પ્રકારનું છે જે અદ્યતન સુવિધાઓ ધરાવે છે. જેમાં રેડીએશન (શેક) માટે ૧૦ સેક્ધડ કરતા પણ ઓછો સમય લાગે છે. ઉપરાંત આ પ્રકારની સારવાર થશી બીજા રેડીએશન મશીન કરતા આડઅસર પણ નહિવત જોવા મળે છે.
આ અંગે વધુ માહિતી આપતા સ્ટલીંગ હોસ્પિટલના જ બીજા નિષ્ણાત રેડીએશન ઓન્કોલોજીસ્ટ ડો. અરવિંદ પાટીદાર જણાવે છે કે આ રેડીએશન મશીન કે વી ઇમેજીંગ ટેકનોલોજીથી સુસજજ હોવાથી રેડીઓ સર્જરી અને સ્ટીરીઓટેકટિક સારવાર થકી ખુબ જ સચોટ રીતે ગાંઠના કોષોનો ટારટેગ કરી શકાય છે ઉપરાંત આજુબાજુના સ્વસ્થ કોષોનો ખુબ જ નહિવત આડઅસર પહોચાડે છે. માત્ર પ મહિનામાં પ૦૦ થી પણ વધારે દર્દીઓની આ રેડીએશન મશીન દ્વારા સફળ સારવાર કરવામાં આવી છે.
એક જ છત્ર હેઠળ ઉપલબ્ધ થતા સૌરાષ્ટ્રના દર્દીઓ માટે રાહતના સમાચાર છે. ઉપરાંત ભારતભરનું સૌ પ્રથમ અને શ્રેષ્ઠ રેડીએશન મશીન આવતા કેન્સરના દર્દીઓ માટે વૈશ્ર્વિક સ્તરની સારવાર હવે સૌરાષ્ટ્રના ઘર આંગણે ઉપલબ્ધ છે મહત્વનું છે કે રાજકોટ ખાતે મુખ્યમંત્રી અમૃતમ અને પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત કેન્સર માટેની આંતરરાષ્ટ્રીય કક્ષાની સંપૂર્ણ અને શ્રેષ્ઠ સારવાર એક જ છત્ર હેઠળ ઉપલબ્ધ છે. જે અંતર્ગત રેડીએશનથેરાપી (શેક આપવા) કીમોથેરાપી અને કેન્સર માટેના ઓપરેશન વગેરે માટે સંપૂર્ણ નિ:શુલ્ક સારવાર આપવામાં આવે છે અને વધુમાં યુગ ની સારવાર એડીએશન દ્વારા થઇ હોવાથી મુખ્યમંત્રી અમૃતમ યોજના હેઠળ આ સારવાર નિ:શુલ્ક અપાઇ હતી.