૯ પ્લાસ્ટીક અને બે યુરોલોજી સર્જને ૧૪ કલાકની મહેનતે સર્જરી સફળ બનાવી
અફઘાનિસ્તાનમાં ઘવાયેલા અમેરિકન સૈનિકના ગુપ્તાંગનું સફળ ટ્રાન્સપ્લાન્ટ કરી હોપકીન્સ યુનિવર્સિટીના તબીબોએ ઈતિહાસ નોંધાવ્યો છે. વિશ્ર્વમાં પ્રમ વખત સંપૂર્ણ ગુપ્તાંગ તેમજ વૃષણનું સંપૂર્ણ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે.
૧૪ કલાક લાંબા ઓપરેશન બાદ આ સફળતા મળી છે. સર્જરી દરમિયાન ૯ પ્લાસ્ટીક સર્જન તેમજ ૨ યુરોલોજી સર્જન સ્ળ પર હાજર હતા. ટૂંક સમયમાં દર્દીને યુરીનરી કાર્યરત થઈ જશે અને શારીરિક સંબંધ બાંધવા પણ સક્ષમ થઈ જશે તેવી આશા તબીબોએ વ્યકત કરી છે.
વર્ષ ૨૦૦૬માં ચીનમાં સૌપ્રમ વખત ગુપ્તાંગનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. અલબત આ ટ્રાન્સપ્લાન્ટ અસફળ નિવડયું હતું. માટે તે રિમુવ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સાઉ આફ્રિકામાં પણ ગુપ્તાંગના ટ્રાન્સપ્લાન્ટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે, ગુપ્તાંગની સો વૃષણનું પણ સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ થયું હોય તેવો આ પ્રમ બનાવ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com