મિસાઇલની રેન્જ ર૯૦ કી.મી. ૩૦૦ કિલોવજનની યુઘ્ધ સામગ્રી લઇ જવાની ક્ષમતા
દુનિયાની સૌથી ફાસ્ટ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ બ્રહ્મોસનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ પરીક્ષણ રાજસ્થાનના પોખરણ ફાયરિંગ રેન્જમાં કરવામાં આવ્યું છે.
આ દરમિયાન ડીઆરડીઓના અધિકારીઓ પણ ત્યાં હાજર રહ્યા હતા. માનવામાં આવે છે કે, મિસાઈલે સફળતાપૂર્વક યોગ્ય જગ્યા ઉપર જ હુમલો કર્યો છે.
બ્રહ્મોસની સ્પીડ ૨.૮ મૈક (અવાજની સ્પીડ જેટલી) છે. આ મિસાઈલની રેન્જ ૨૯૦ કિમી છે અને તે ૩૦૦ કિલો વજનની યુદ્ધની સામગ્રી લઈ જઈ શકે છે. માનવામાં આવે છે કે, આ પ્રમાણેની મિસાલઈ હજુ ચીન કે પાકિસ્તાન પાસે પણ નથી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,