સંપૂર્ણ સ્વદેશી અગ્નિ-૫ની મિસાઈલની રેન્જમાં આખુ ચીન અને પાકિસ્તાન આવી જશે
ઓડિસ્સા નજીક આવેલા અબ્દુલ કલામ ટાપુ પરથી આજે ભારતે ઈન્ટરકોન્ટિનેન્ટલ ૫૦૦૦ કિ.મી.ની રેન્જ ધરાવતી સરફેસ ટુ સરફેસ ન્યુકલીયર કેપેબલ બેલેસ્ટીક મિસાઈલ અગ્નિ-૫નું સફળ પરિક્ષણ કર્યું છે. આ પરિક્ષણની સાથે જ સંરક્ષણ ક્ષેત્રે ભારતની તાકાત ચીન અને પાકિસ્તાનને એક સાથે હંફાવી શકે તેટલી થઈ ગઈ છે.
ન્યુકલીયર કેપેબલ બેલેસ્ટીક મિસાઈલ અગ્નિ-૫નું સફળ પરિક્ષણની જાહેરાત સંરક્ષણ મંત્રી નિર્મલા સિતારામન દ્વારા કરવામાં આવી હતી.
અગ્નિ-૫ અનેક હથિયારો લઈ જવા સક્ષમ છે. ઉપરાંત એન્ટિબેલેસ્ટીક મિસાઈલ સીસ્ટમ વિરુધ્ધ પણ કાર્યવાહી કરી શકે છે. મતલબ કે, અગ્નિ-૫ મિસાઈલ છોડાયું હોય ત્યારે દુશ્મન દેશના એન્ટિબેલેસ્ટીક મિસાઈલ પણ અગ્નિ-૫ને તોડી શકશે નહીં. મિસાઈલની રેન્જમાં આખુ ચીન અને પાકિસ્તાન આવી જશે.
અહીં ઉલ્લેખનીય છે કે, આ મિસાઈલ ૩ સ્ટેજમાં કામ કરે છે. પરિક્ષણ બાદ મિસાઈલ બંગાળની ખાડીમાં પડી હતી. અગ્નિ-૫ને સંપૂર્ણપર્ણે દેશમાં તૈયાર કરવામાં આવી છે. આ માટે કોમ્પોઝીટ રોકેટ મોટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મોટર પણ ભારતમાં બનાવાઈ છે. પરિણામે આ મિસાઈલ સંપૂર્ણ સ્વદેશી છે. રોકેટ ટેકનોલોજી ક્ષેત્રે આ મિસાઈલને ભારતની હરણફાળ ગણવામાં આવી રહી છે.