ભારતીય વાયુસેના માટે ‘એન્ટી રેડિએશન મિસાઇલ’ રુદ્રમનું પરીક્ષણ સફળ રહ્યું છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ) ના વૈજ્ઞાનિકોએ સુખોઈ -30 લડાકુ વિમાનથી આ લોન્ચ કરી હતી. આ મિસાઇલની રેન્જ વિવિધ સંજોગોમાં બદલાઈ શકે છે. આ મિસાઇલ દુશ્મનના હવાઇ મથકોને નષ્ટ કરવા માટે બનાવવામાં આવી છે. આનાથી દુશ્મનની સર્વેલન્સ રડાર, ટ્રેકિંગ અને કમ્યુનિકેશન સિસ્ટમ સરળતાથી નાબૂદ કરી શકાય છે.
એરફોર્સના કાફલામાં જોડાયા પછી આ પોતાની પ્રકારની પ્રથમ મિસાઇલ હશે. નવી જનરેશનના એન્ટી-રેડિએશન મિસાઇલ (એનજીએઆરએમ) ની રેન્જ 100 થી 150 કિ.મી. છે. આ ડીઆરડીઓ દ્વારા બનાવવામાં આવેલી પ્રથમ ગ્રાઉન્ડ ટુ એર મિસાઇલ છે. ડીઆરડીઓ અગાઉ રશિયા સાથે આવી જ બ્રહ્મોસ જેવી સુપરસોનિક મિસાઇલો બનાવી ચુકી છે. એનજીએઆરએમનું વજન 140 કિલો છે અને તે સોલિડ રોકેટ મોટરથી સજ્જ છે. હાલમાં તેનું સુખોઈ એસ -30 એમકેઆઈ દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું છે. ભવિષ્યમાં આ મિસાઇલ મિરાજ 2000, જગુઆર, એચએલ તેજસ અને એચએલ તેજસ માર્ક 2 સાથે પણ જોડાઈ શકે છે.
રાફેલ, સુખોઈ, મીરાજ, જગુઆર અને તેજસ જેવા લડાકુ વિમાનોમાં ગોઠવાશે રુદ્રમ
આ મિસાઈલનું વજન ૧૪૦ કિલો છે અને તે સોલિડ રોકેટ મોટરથી સજ્જ છે. હાલમાં તેનું સુખોઈ એસ -૩૦ એમકેઆઈ દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું છે. ભવિષ્યમાં આ મિસાઇલ મિરાજ ૨૦૦૦, જગુઆર, એચએલ તેજસ અને એચએલ તેજસ માર્ક ૨ સાથે પણ જોડાઈ શકે છે.
એરફોર્સના ભંડારમાં બ્રહ્મોસ જેવું વધુ એક હથિયાર ઉમેરાયું
એરફોર્સના કાફલામાં જોડાયા પછી આ પોતાની પ્રકારની પ્રથમ મિસાઇલ હશે. નવી જનરેશનના એન્ટી-રેડિએશન મિસાઇલ (એનજીએઆરએમ) ની રેન્જ ૧૦૦ થી ૧૫૦ કિ.મી. છે. આ ડીઆરડીઓ દ્વારા બનાવવામાં આવેલી પ્રથમ ગ્રાઉન્ડ ટુ એર મિસાઇલ છે. ડીઆરડીઓ અગાઉ રશિયા સાથે આવી જ બ્રહ્મોસ જેવી સુપરસોનિક મિસાઇલો બનાવી ચુકી છે.