વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારત હવે આર્થિક મહાસત્તા બનવા તરફ ડગ માંડી રહ્યું છે ત્યારે મેક ઇન ઇન્ડિયા અને આત્મા નિર્ભર ભારતના અભિગમને દરેક ક્ષેત્રમાં દિવસે દિવસે વધુને વધુ સફળતા મળી રહી છે એક સમયમાં ભારત અનેક દેશો પર નાની મોટી ચીજ વસ્તુઓને ખાસ કરીને સંરક્ષણના સાધનો માટે પરાવલંબી હતું હવે દિવસો બદલાઈ ગયા છે એને ભારતમાં જ સરક્ષણના સાધનો પણ બનવા લાગ્યા છે
તાજેતરમાં જ હવાથી હવામાં જ પ્રહાર કરી શકાય તેવા સંપૂર્ણપણે સ્વદેશી ઢબે તૈયાર કરવામાં આવેલા અસ્ત્ર મિસાઈલનું બુધવારે ભારતમાં જ બનીને તૈયાર થયેલા તેજસ યુદ્ધ વિમાન પરથી સફળ પણે પરીક્ષણ કરવામાં આવ્યું હતું ભારતીય વાયુ દળના ચીફ એર માર્શલ વી આર ચૌધરી ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલા સફળ પરીક્ષણ બાદ અસ્ત્ર એક કે જેની રેન્જ 100 કિલોમીટરની છે તેનું તેજસ વિમાન પરથી સફળ પરીક્ષણ કરવામાં આવ્યું 20,000 ફુટની ઊંચાઈ પર ગોવાના દરિયા કિનારે કરવામાં આવેલા સફળ પરીક્ષામાં તેજસ સંપૂર્ણપણે પાસ થયું હતું.