સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેન્દ્રનું ૩૫% પરીણામ: રાજયકક્ષાનું ૬.૫૧% પરીણામ
યુ.જી.સી. રેગ્યુલેશન ૨૦૦૯, ૨૦૧૬ અંતર્ગત યુનિવર્સિટી કે કોલેજોમાં અઘ્યાપક બનવા આવશ્યક યુ.જી.સી.નેટ અને રાજયકક્ષાની જીસ્લેટ પરીક્ષાનું તાજેતરમાં પરીણામ જાહેર થયેલ જેમાં જીસ્લેટ પરીક્ષામાં ૨૪૪૭૧ છાત્રોએ પરીક્ષા આપેલ. જેમાંથી ૧૫૯૫ છાત્રોએ સફળતા મેળવેલ રાજયકક્ષાનું ઓવરઓલ પરીણામ ૬.૫૧% આવેલ હતું.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં ૧૨મી યોજના અંતર્ગત ચાલતા નેટ/સ્લેટ કોચીંગ સેન્ટર મારફત અનુસ્નાતકનાં છાત્રોને નિ:શુલ્ક પેપર-૧ જનરલ પેપરની તાલીમ સીસીડીસી કેન્દ્ર ખાતે અને પેપર-૨ વિષયનાં પેપરની તાલીમ જુદા-જુદા અનુસ્નાતક ભવનો ભૌતિકશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, વાણિજય, હ્યુમન રાઈટસ, ગુજરાતી ખાતે ભવનોનાં અધ્યક્ષનાં માર્ગદર્શન હેઠળ ભવનના કો-ઓર્ડીનેટર મારફત આપવામાં આવેલ હતી. યુજીસી નેટ/સ્લેટ કેન્દ્રનાં અને સીસીડીસીના સંયોજક પ્રો.નિકેશભાઈ શાહ, ભૌતિકશાસ્ત્ર ભવનનાં કો-ઓર્ડીનેટર ડો.એચ.ઓ.જેઠવા, સમાજ શાસ્ત્ર ભવનના કો-ઓર્ડીનેટર ડો.રાકેશભાઈ ભેદી, વાણિજય ભવનનાં ડો.અંજુબેન સોંદરવા, હ્યુમન રાઈટસ ભવનનાં ડો.ભગીરથસિંહ માંજરીયા, ગુજરાતી ભવનનાં ડો.દિપકભાઈ પટેલ તથા નિષ્ણાંતોની ટીમ મારફત યુનિવર્સિટીનાં કુલપતિ પ્રો.નિલામ્બરીબેન દવેનાં સફળ માર્ગદર્શન હેઠળ તાલીમ વર્ગોનું સફળ આયોજન કરાયેલ હતું.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં અનુસ્નાતકોએ જુદા-જુદા વિષયોમાં સચોટ તાલીમ અને કઠોર પરિશ્રમથી રેકોર્ડબ્રેક પરીણામ લાવી ઝળહળતી સફળતા મેળવેલ છે. યુજીસી નેટ/સ્લેટ કોચીંગ સેન્ટરનાં બેનર હેઠળ તાલીમ લીધેલા ૧૩૫ છાત્રોમાંથી ૪૨ છાત્રોએ સફળતા મેળવી નિષ્ણાંતોની મહેનતને બિરદાવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં જુદા-જુદા અનુસ્નાતક ભવનોમાંથી કેન્દ્ર સાથે જોડાઈ અને સ્વતંત્ર રીતે ૬૦થી પણ વધુ છાત્રોએ સફળતા મેળવેલ છે ત્યારે છાત્રોની સફળતાને યુનિવર્સિટીના કુલપતિ પ્રો.નિલામ્બરીબેન દવે, કુલસચિવ ડાે.આર.જી.પરમાર, સિન્ડીકેટ સદસ્ય ડો.મેહુલભાઈ રૂપાણીએ અભિનંદન પાઠવેલ છે. નેટ કોચીંગ વર્ગોનું સફળ આયોજન બદલ ટીમ સીસીડીસીનાં સર્વ સુમિતભાઈ મહેતા, ચિરાગભાઈ તલાટીયા, દિપ્તીબેન ભલાણી, હેતલબેન ગોસ્વામી, આશિષભાઈ કીડીયા, સોનલબેન નિમ્બાર્ક, હીરાબેન કીડીયા અને કાંતિભાઈ જાડેજાએ જહેમતઉઠાવેલ હતી.