તનની બિમારી ડોકટર નિવારી શકે, તેવી જ રીતે મનની બિમારી ટેરોપથીથી નિવારી શકાય: આ પઘ્ધતિથી સમસ્યાનું ૯૦ ટકા સોલ્યુશન થાય છે
મોટાભાગની વ્યકિતઓની સમસ્યાનો નાતો પૂર્વજન્મ સાથે હોય છે ટેરોપેથીના તજજ્ઞ પૂનમ ખન્નાની ‘અબતક’ સાથે ખાસ વાતચીત
અબતક સાથેની ‘ચાય પે ચર્ચા’ માં પુનમ ખન્ના (ટેરો કાર્ડ લીડર)એ જણાવ્યું હતું કે પૂર્વ જન્મ દ્વારા આપણે અત્યારના જીવનમાં પડતી મુશ્કેલીઓ ચોકકસપણે નિવારી શકીએ છીએ. પૂર્વજન્મ જાણવાથી હાલની સમસ્યાનો અંત આવી શકે છે અને આત્મા કયારેય મરતી નથી ફકત માણસનો દહેજ મરે છે આત્મા તો અહીં જ રહે છે. દરેક મનુષ્ય ૮૪ લાખ યોનિમાંથી ફરે છે ત્યારે વધુ જન્મ તેને મનુષ્યનો જ પ્રાપ્ત થાય છે અને કયારેક વટ વૃક્ષના અવતારમાં પણ જન્મે છે.
પૂર્વજન્મ એકચ્યુઅલમાં (વાસ્તવિક છે શું?આત્મા મોક્ષ પામે છે અને એ મોક્ષ પામ્યા બાદ ફરી જન્મ લે છે.મૃત્યુ શું ? મૃત્યુ એ શું મૃત્યુ નથી?
માણસનું મૃત્યુ પામ્યા બાદ જન્મ લે જ છે. માત્ર શરીર જ બદલે છે. ૮૪ લાખ યોનીમાંથી મનુષ્ય અવતાર પસાર થાય છે. એવુ હિન્દુ ધર્મ કહે છે. એમાં ૮૪ લાખ યોનીમાં મનુષ્યનો અવતાર પૂનમ ખન્નાએ જોયો છે. આ ઉપરાંત વૃક્ષો પણ જોયા છે. જે વર્ષો સુધી એક જ સ્થળ પર રહ્યા છે. વૈદ જેમ નાડ પકડીને લોકોની બિમારી બતાવે છે તો તમે પૂર્વજન્મને જોઈને કંઈ રીતે લોકોને પરેશાની કહો છો.
દર્દીઓ મારી પાસેથી સામેથી જ આવે છે. કેટલાક લોકોને પશુઓથી ડર લાગતો હોય છે તો એની પોતાની જ ભૂતકાળના જીવનને જોઈને તેમની સમસ્યાનું નિવારણ કરી શકાય છે. પોતાની સમસ્યા દર્દી પોતે જાણીને ત્યારબાદ તેની પરેશાની દુર થતી હોય છે. કેટલાક લોકોને કલોસ્ટોફોબિયા, પાણીની અંદર, ઉડાનથી ડરતા હોય છે. તો આ જ ડર હંમેશા એના જીવનમાં રહેતો હોય છે. ત્યારે પૂર્વ જન્મ જાણીને તેનું નિવારણ થઈ શકે છે.
આ બધા કેસમાં એવો કયો કેસ આવ્યો છે કે જે તમને ગૌરવની લાગણી વ્યકત કરાવે?
ઘણા બધા એવા કિસ્સાઓ છે. મારા જ સ્ટાફની એક છોકરી જે ગરોળીથી ડરતી હતી. હવે પોતે પોતાની સમસ્યા પૂર્વજન્મની જાણ્યા બાદ તે હવે ગરોળીને પોતાના ખિસ્સામાં રાખીને પણ આરામથી રહી શકે છે. એક છોકરીની સમસયા જે બધાથી અલગ હતી. જયારે એ જન્મી ત્યારે એ દર્દ પોતે જ લાવી હતી. ત્યારબાદ તેઓએ પૂર્વજન્મ કરાવ્યું અને તેની સમસ્યા દુર થઈ. એવી જ રીતે એક છોકરી જેને પનીરને જોઈને ચીઢ ચઢતી હતી. પૂર્વજન્મ કરાવ્યા બાદ જોવામાં આવ્યું તો ૧૮મી સદીમાં ઈટલીની પ્રિન્સેસ હતી જે રાજાની ત્રીજી રાણી હતી તો પહેલાની રાણીઓમાં એક બીજી રાણીઓમાં ઈર્ષ્યા કરતા તો જયારે તેની છોકરીએ જન્મ લીધો ત્યારે જે બીજી મોટી રાણી હતી. જેને પનીરની અંદર ‘વિષ’ નાખી છોકરીના મોઢામાં ખવડાવ્યું હતું એટલે એનુ મૃત્યુ થયું ત્યારે આ જન્મમાં આ છોકરીને પનીરથી ચીઢ ચઢતી હતી. કેટલાક લોકો સફેદ વસ્તુ નથી ખાતા હોતા. જેવી કે દહીં, દુધ, છાશ જેનુ કારણે એ જ હોય છે કે એને પહેલાના જન્મમાં કંઈક એવી ઘટના બની હોય છે.
પૂર્વજન્મની કંઈ પણ સમસ્યાઓ હોય એ આ જન્મમાં કેટલા અંશે નુકસાનકારક નિકળે છે?
આફ્રિકાની એક સ્ત્રી જેને કમરમાં ખુબ દુખાવો થતો હતો તેના માટે તે સ્ત્રીએ બધા જ ડોકટરો તેમજ ઘણી દવાઓ કરાવી ત્યારે તેઓએ કોઈકનું સૂચન મળ્યુ કે આપ પૂર્નજન્મ વિશે કરાવો ત્યારે સ્ત્રી વેદના સાથે જવાબ આપતી હતી કે જયારે મારુ નિવારણ ડોકટરો કંઈ ન કરી શકયા ત્યારે પુનજન્મ મારુ શું નિવારણ લાવશે ? ત્યારબાદ તે સ્ત્રીએ પૂનજન્મ કરાવ્યુ અને તેઓને જાણવા મળ્યું કે તે કોઈ જંગલમાં રહેતા હતા અને અમુક રાક્ષસો તેની પાછળ પડયા અને તેને પાછળથી કમરના ભાગમાં કંઈક તિક્ષણ હથ્યિર વડે માર મારવામાં આવ્યો અને તેમાં તેનું મૃત્યુ થયું ત્યારે આ જન્મમાં તેનું દુખાવાનું કારણ કમર નિકળ્યું એ વાત તેઓએ પૂર્વજન્મમાંથી મળી અને તેનું નિવારણ પણ મળ્યું.
આજના યુગમાં બધાને કંઈક હેતુ હોય છે. આગળ વધવુ હોય છે એક મંઝિલ પર પહોંચવું હોય છે ત્યારે તેના વિશે આપ પૂર્વજન્મની મદદથી કઈ રીતે નિર્ણય કરશો?
આગળ વધવા માટે સૌપ્રથમ માનસિક સંતુલન હોવું અનિવાર્ય છે. જયારે પહેલાના સમયમાં લોકો શારીરિક કામ કરતા સાથે સાથે મહત્વના નિર્ણયો પણ લેતા જયારે આજના સમયમાં તણાવનું પ્રમાણ, કોમ્પ્યુટર વર્ક ખૂબ વધુ પ્રમાણમાં જોવા મળે છે અને શારીરિક કામ તો કંઈ કરતુ જ નથી માટે માનસિક સંતુલન એ કોઈ પણ વ્યકિતના પ્રગતિ અને તેમના હેતુ સુધી પહોંચવા માટે યોગ, મેડિટેશન કરવું એ હિતાવહ અને અત્યંત જ‚રી છે.
વેલનેસએ આજના યુગમાં ખુબ જ‚રી છે. હિંદુ ધર્મમાં પણ કલ્ચર ખુબ સારુ હતું ત્યારે એ જાગૃતતા ફરીથી લાવવા માટે શું કરવું જોઈએ?માનસિક અને શારીરિક સ્વસ્થ રહેવું જોઈએ. જેના માટે સારા વ્યકિત સાથે મળવું, મેડિટેશન, યોગ શાંત મન રાખવું આ જ‚રી છે.પુનર્જન્મ વિશે આપને વિચાર કઈ રીતે આવ્યો, શિખ્યું કયાંથી અને એ છે શું?
મંત્રા, યંત્રા અને તંત્રા વિશે થોડુ જાણતી હતી ત્યારબાદ તેમાં હું લોકોના નિવારણ કરતી. પરંતુ તેમાં હજુ કંઈક ખૂટતું હોય એવું લાગ્યું ત્યારે તેના પર ઘણું અવલોકન કર્યા બાદ તૃપ્તી જૈન પાસેથી ટેરોથેરાપીનું જ્ઞાન મેળવ્યું
ટેરો થેરાપી વિશે શું કહેશો? આપે જે બૂક બહાર પાડી છે. એમાં શું છે? નામ કઈ રીતે?
જે રીતે દર્દીઓ બધા ડોકટર પાસે જાય છે. ત્યારે મનના પ્રશ્ર્નના ડોકટર કોણ ત્યારે મનના પ્રશ્ર્નોનું નિવારણ ટેરો પાસેથી મળે છે. ત્યારે એ રીતે બુકનું નામ રાખ્યુ ‘ટેરોથેરાપી’
‘ફયુચર ઈન યોર હેન્ડ’ એ બુક પર લખેલુ છે એના વિશે શું કહેશો?
કંઈ પણ પ્રશ્ર્નોના નિરાકરણ માટે કોઈ પણ વ્યકિતની મર્યાદા આવે છે. ત્યારે એ મર્યાદા અમર્યાદામાં પરિવર્તે એને લઈને પુનમ ખન્નાએ આ બુક ‘ટેરોથેરાપી’ બહાર પાડી જેમાં લોકોના બધા જ પ્રશ્ર્નોનો હલ એ બૂકમાં જ સમાવી લેવામાં આવ્યા છે. એટલે વ્યકિત ખૂદ પોતે જ પોતાના પ્રશ્ર્નોનું નિરાકરણ લાવી શકે એટલે જ એ બુક પર એક લાઈન લખાઈ છે કે ‘ફયુચર ઈન યોર હેન્ડ’ જે બુક કઈ પણ સ્થળ પર લઈ જઈ શકીએ છીએ.
લોકોને વિશ્ર્વાસ અપાવવા માટે શું કરશો?
વિશ્ર્વાસ માટે અન્ય કોઈ વ્યકિત જવાબદાર નથી બનતુ વ્યકિત પોતે જ પોતાની જાત પર વિશ્ર્વાસ કરે તો જ શકય બને હવે બીજી બધી ભાષાઓમાં પણ બુક બહાર પાડશું
ટેરોની લીમીટેશન છે? તમે વિશ્ર્વાસ કરો છો ટેરો પર હવે પછી શું પ્લાનિંગ છે?
ટેરો પછી હું એવું જ લાવીશ કે જે બધાને પસંદ પડે બુકમાં ઘણા કાર્ડ એવા છે કે જે હિન્દુ ધર્મ ને લગતા કાર્ડ છે જે અત્યાર સુધી બન્યા નથી તો એ હું આગળ લાવવા ઈચ્છું છું ટેરો માટે હું નાનપણથી જ અભ્યાસ કરતી અને ખૂબજ ગમતુ મને એટલે હું આ લેવલે પહોચી શકી. મંત્રા, તંત્રા, વાસ્તુ શીખી ત્યાર બાદ યોગા શીખ્યા, વાસ્તુ શીખી, મેડીટેશન કરાવાનું ચાલુ કર્યું, મેગનેટ થેરાપી, પ્રાણલીક થેરાપીનું જ્ઞાન લીધું અને આગળ વધી.
તમે જે જ્ઞાન મેળવ્યું છે તે માટે ઘણો સમય લાગે તો પછી તમે આ જ્ઞાન કેવી રીતે મેળવ્યું?
હું ૧૬ વર્ષની હતી ત્યારેજ મારા લગ્ન થ, ગયા હતા દિલ્હીથી અમદાવાદ લગ્ન કરીને આવી ત્યારબાદ હજુ સુધી અમદાવાદ દિલ્હી જેવું બન્યું નથી લગ્નના ૩-૪ વર્ષ પછી મને એમ થયું કે હુ મારા જીવનમાં કાંઈજ નહી કરી શકું પણ હું મેડીટેશન વર્ષોથી કરતી તો તેનાથી જ પ્રેરણા મેળવતી ત્યારબાદ મને વિસ્યુલાઈઝેશન થવા લાગ્યું અને હું ટેરોપથીમાં આગળ વધી આજે હું ખૂબજ સંતોષકારક પોતાને માનું છું. લોકોએ ગભરાવું ના જોઈએ પોતાની પેશન ના ખોવી જોઈએ વ્યકિત પોતે પોતાને સમજે ઓળખે પછી વ્યકિતને જે કરવું હશે એ કરી શકશે આજે હું ૫૬ વર્ષની ઉંમરે આ કરી શકું છું તો કોઈપણ વ્યકિત આ જ‚રથી કરી શકે.
ટેરો થેરાપી બધા લોકો શીખી શકે કે કેમ?
મે ટેરો જાણ્યા પછી એજ જોયુ છે કે ટેરો મેળવ્યા બાદ બધા વ્યકિત સ્પીચ્યુઅલ થઈ જાય છે. આ ટેરોએ જ બધુ મને શીખવ્યું છે તો મારા માટે બાઈબલ, કુરાન, ગીતા, બધુ આજ છે. ટેરોમાં પાવર જ એવો છે કે તમને કાંઈક બનાવી દે છે.
તમારી બુકી ઘણા બધા લોકોની પરેશાની હલ થઈ છે તો હજુ આ વસ્તુ આગળ વધે તે માટે શું પ્લાનીંગ છે? તમારી કેવી ઈચ્છા છે?
જયાં જયાં લોકો બોલાવશે ત્યાં જઈશ અને વધુને વધુ લોકોની પરેશાની દૂર થાય તેવું જ ઈચ્છુ છુંટેરો અને પાસ્ટ લાઈફનું કાંઈ કનેકશન છે કે કેમ?ટેરોથી પાસ્ટ લાઈફ, વાસ્તુ બધુ જાણી શકાય છે. ટેરો તો દરીયો જ છે જેમાંથી ખૂબજ જ્ઞાન મેળવી શકાય તેમ છે.
કેટલા ટકા સાચુ રિઝલ્ટ મળે છે?
મારા હિસાબથી ટેરોથી ૯૦ ટકા સાચુ રિજલ્ટ જ પ્રાપ્ત થાય છે. આજે લોકોને લોજીકલી રીઝલ્ટ જોઈતું હોય છે? સાયન્સ માટે પ્રુફ જોય છે? તો તમે સાયન્સ અને વિજીડમને કઈ રીતે જોવો છો. છોકરાઓ તો ટેરો જોઈને જ ખુશ થઈ જાય છે કલીયર થઈ જતા હોય છે. ઘણીવાર મે જોયું છે કે છોકરાઓ ઘરે વાત નથી કહી શકતા પતિ-પત્નિ એકબીજાને વાત નથી કરી શકતા તો ટેરોથી તમે એક બીજાને વાત કરી શકો છો.
આજના યુગમાં કોઈ પણ વ્યકિત કોઈને વાત કરવાનું પસંદ કરતુ નથી. કોમ્યુનિકેશન પણ વીક જોવા મળે છે? શું કરશો?
છોકરાઓ મોટા થાય છે ત્યારે ખબર પડે કે તેની પ્રોબ્લેમ તેના માતાની યૌનિમાંથી જ આવી હોય છે. તો મેન્યલ સ્ટ્રેસ તો બાળકોને પહેલેથી જ જોવા મળતો હોય છે. તે વસ્તુથી જ પરેશાન થતા હોય છે.
તમારી પાસ્ટ લાઈફ શું હતી?
મેં ઘણી વાર જોયું કે હું ઈટલીમાં એક કીંગન્ડમ ચલાવતી અને હાલની મરી કલાયન્ટ જ મારી પુત્રી હતી તો આ કનેકશન જોવા મળે છે. અને તેથી જ ત્યારે પણ અમને ખૂબજ લાગરીનો સંબધ છે.
કોઈને આપણે જોઈએ તો કયારેક એવું થાય કે આપણે કયાંક મળી ચૂકયા છીએ તેનું કારણ શું હોઈ શકે?
મુખ્ય કારણ પૂર્વ જન્મ જ છે. પૂર્વ જન્મમાં આપણે કોઈ સાથે સંપર્ક હશે તો આજે આપણે કોઈ અજાણ્યા માણસને જોઈને સ્માઈલ આવે તો એનું મુખ્ય કારણ પૂર્વ જન્મ જ છે.
ઈજીપ્તીયન (મમ્મી) વિશે શું કેશો? તેના પર આપે સ્ટડિ કર્યું છે કે કેમ?
મમ્મી માટે એટલુ જ કહીશ કે તેઓની લાશ જ ત્યાં પડી છે બાકી આત્મા તો ફરે જ છે. જેવી રીતે આપણને કોઈ રાગે થાય ત્યારે આપણે ડોકટર પાસે જતા નથી તો આપણી અંદર જે ડર રહેલો છે. તેને કલીયર કરવો જ‚રી છે. ઘણા બધા કલાયન્ટ મારી પાસે એવા પણ આવે છે કે જેને હકિકતમાં કાંઈ જાણવું જ નથી હોતુ પરંતુ તેની વાત તેને કહેવી હોય છે. તો ત્યાંથીજ એ શુધ્ધ થઈ જતા હોય છે. મારી આસપાસનાં લોકોને હુ એજ કહું છું કે બધાને પ્રેમ આપતા શીખો બધાને પ્યાર આપો જે તેને બીજાને આપશો એજ તમને મળશે. આપણે કહેતા હોય છે કે દાન આપો, દક્ષિણ આપો તો બધાને પ્રેમ પણ આપો
તમે ભગવાનમાં કેટલો વિશ્ર્વાસ કરો છો?
ભગવાનમાં હું વિશ્ર્વાસ ક‚ છું જેટલો હું પોતાની જાત ઉપર વિશ્ર્વાસ ક‚ છું આપણી આત્મા જ ભગવાન છે. અહી માય ગોડ મુવી બિલકુલ સાચી છે. લોકોએ સાચુ સમજવું જોઈએ આપણે જેટલું પ્રેમ બીજાને આપશું એટલા ખુશ રહીશુ લોકો અત્યારે ખોટી જગ્યાએ પ્યાર જોવે છે. પણ માતા-પિતાને પ્રેમ કરો તમરી જાતને પ્રેમ કરો અને રજનીશજીતો એમ પણ કહેતા કે તમારે પ્રેમ જોઈતો હોય તો વૃક્ષને કરો એમની સાથે બેસો ખૂબજ ખુશી મળશે. પોતાની જાત પર વિશ્ર્વીસ કરો બીજાને દુ:ખ પહોચે એવું ન કરો અને આપણા હિન્દુ ધર્મ જેવો ધર્મ બીજે કયાય નથી.જયારે મે મારો પૂર્વ જન્મ જોયો ઈટલીમાં તો ટેરોની ઉત્પતિ પણ ત્યાંથીજ થઈ છે.
આજે છોકરાઓ કરતા છોકરીઓ વધુ ઈચ્છતી હોય કે હું કઈ રીતે આગળ વધુ વુમન એમ્પવાયરમેન્ટ માટે આપ શું કેશો?
મારા મત મુજબ તો આવું હોવું ના જોય છોકરા છોકરી જેવું કાંઈ જ હોતુ નથી બધા સરખા છે. બધા એક સરખુ કરી શકે છે. જાપાનની અંદર મંત્રાને લઈને પ્રાર્થના કરાવામાં આવે છે. બધા ધર્મ એક જ સરખા છે. તો બધી જ શાળામાં એક સરખું મંત્રા શીખવાડવામાં આવે જેથી બાળકોનું મન સ્થિર થાય.
તમારા બાળકો વિશે શું કેશો? શું નવુ જોવો છો આપ?
મારા માટે તો બધા છોકરાઓ જ છે હું એવું ઈચ્છું કે બધા એક સરખા બને અને મારે બે પુત્ર છે. બંને આઈ.ટીમાં છે અને અમદાવાદ બુક કલબમાં મારી બુક પ્રસાર કરી છે. મને ઘણા લોકો કહેતા હોય કે મરી ફોટો તમે લાઈક કરો પણ હું એટલું જ કઈશ કે તમે ખૂદને પ્રેમ કરો તમારી ખુદ પર વિશ્ર્વાસ કરો.