રેવન્યુ પ્રેકટીશનર એસો. અને પ્રદેશ સહસહયોજક અનિલભાઈની કલેકટર અને અધિક કલેકટરને રજૂઆત
સિનિયર એડવોકેટ અને પ્રદેશ લીગલ સેલના સહસંયોજક અનીલભાઈ દેસાઈની આગેવાનીમાં રેવન્યુને લગતા વિવિધ પ્રશ્નો અંગે રજુઆત કરેલી. જે સંદર્ભમાં રેવન્યુ પ્રેકટીનર એસોસીએશન ધ્વારા અનીલભાઈ દેસાઈની હાજરીમાં એડીશ્નલ કલેકટર ઠકકરને રજુઆત કરેલી, બાદ કલેકટર અરૂણ મહેશ બાબુને રેવન્યુને લગતા પ્રશ્નોની રજુઆત કરેલી હતી. જેમાં મુખ્યત્વે કોઈ દસ્તાવેજ નોંધણી માટે એપોઈન્મેન્ટ મળ્યા બાદ જો કોઈ કારણોસર દસ્તાવેજ ન થાય તો તે જ દસ્તાવેજ ફરીથી સાત દિવસ સુધી નોંધી શકાતો ન હતો, જેના કારણે બહારગામથી આવતા પક્ષકારોને ખુબજ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો અને ઘણાજ લાંબા સમય સુધી રાહ જોયા બાદ ફ2ીવા2 દસ્તાવેજ નોંધણીનો વારો આવતો હતો, તેમજ કોઈ ઝોનમાં કામનું ભારણ વધારે હોય તો ત્યાં વધુ સમય આપવામાં આવતો ન હતો તેે જે દિવસે દસ્તાવેજ રદ થાય અથવા તો ન થઈ શકે તેવા સંજોગોમાં બીજા દિવસે તેઓને તક આપવામાં આવે અને જો સમયસર દસ્તાવેજમાં ક્રમ ન આવે તો સમય વધારી દેવામાં આવસેે.વે
રાજકોટમાં સબરજીસ્ટ્રાર ઝોન-1 અને ઝોન-3 માં ખુબજ લાંબા સમયમાં વેઈટીંગ પીરીયડને ઘટાડવા માટે અને તેમાં સમય વધે તેવી રજુઆત ક2ેલ હતી. આવી ઘણી બધી 2જુઆતો કે જે પ્રજાલક્ષી અને લોકોની સુખાકારી માટે હોય તેના માટે રજુઆત કરી હતી.આ રજુઆતના અનુસંધાને સરકાર ઘ્વારા ત્વરીત તેનો નિર્ણય લઈ અને રેવન્યુ પ્રેકટીશ્નર એસોસીએશનની મોટા ભાગની માંગણીઓને સ્વીકારવામાં આવેલી છે.
આ સફળ રજુઆતમાં ભાજપ લીગલ સેલના પ્રદેશ સહસંયોજક અનીલભાઈ દેસાઈ, રાજકોટ બાર એસોસીએશનના પ્રમુખ અર્જુનભાઈ પટેલ, પ્રમુખ દિલીપભાઈ મીઠાણી, ઉપપ્રમુખ એન. જે. પટેલ તથા સર્વે સભ્ય ઓ દિલેશભાઈ શાહ, રાકેશભાઈ ગોસ્વામી, હિતેશભાઈ મહેતા, કેતનભાઈ ગોસલીયા, કિશોર ભાઈ સખીયા, લલીતભાઈ કાલાવડીયા, હેંમતભાઈ ભટ્ટ વિગેરે રજુઆતમાં જોડાયેલા હતા.