રકતદાન, ચક્ષુદાન, દેહદાન, થેલેસેમીયા જનજાગૃતિ પ્રસાર સમીતીઓનું દીકરાનું ઘર વૃઘ્ધાશ્રમના મુકેશ દોશી, અનુપમ દોશી, સુનિલ વોરા, નલીન તન્ના, તેમજ ઉપેનભાઇ મોદીએ રાજકોટ મેડીકલ કોલેજના ડીન ગૌરવીબેન ધ્રુવને થેલેસેમીક બાળકોને સાથે રાખીને આવેદનપત્ર પાઠવી થેલેસેમીયા પીડીત બાળકોને નિયમીત સમયસર રકત મળી રહે એવી વ્યવસ્થા જોવા રુબરુ મળી રજુઆત કરી હતી.
કુદરતે જેમની સાથે અન્યાય કર્યો છે એવા ફૂલ જેવા નિર્દોષ બાળકો કે જે થેલેસેમીયાથી પીડીત છે. આવા બાળકોને નિયમિત રીતે રકત ચડાવવું પડે છે. પરંતુ થોડા સમયથી બાળકોને નિયમિત રીતે અનિયમિત રકત મળે છે. જેને પરિણામે બાળકો પારાવાર મુશ્કેલી અનુભવે છે. પરિણામ સ્વરુપ ઇઝનેશનો પણ નિયમિત મળવા રહે એવી રજુઆત કરાઇ હતી. આ ઉપરાંત બાળકોને જરુરી કલેકટરની દવા પણ જરુરીયાત સમયે મળી રહે એ જોવા રજુઆત કરાઇ હતી.
અત્રે એ ઉલ્લેખનીય છે કે રાજકોટ સીવીલ હોસ્પિટલમાં થેલેસેમીયાનાં કુલ ૪૧૮ બાળકો રજીસ્ટર્ડ થયેલા છે. સીવીલ હોસ્પિટલમાં બ્લડ ટ્રાન્સકયુન માટે આવતા બાળકોને હાલજમાં રુમ ફાળવવામાં આવે છે કે તે રુમ ઇમરજન્સી વિભાગમાં બાજુમાં હોય અને ઘણી વખત ડેડ બોડી પણ ત્યાં જ રાખવામાં આવે છે જેની સીધી અસર કુમળા બાળકો ઉપર પડતી હોય છે. વળી, થેલેસેમીયા પીડીત બાળકોને જરુરીયાતના સમયે ફ્રેશ બ્લડ મળી રહે તે જોવા પણ અનુરોધ કરાયો હતો. મેડીકલ કોલેજના ડીન ગૌરવબેન ધ્રુવે હકારાત્મક પ્રત્યુતર પાઠવી તમામ વ્યવસ્થામા સહકાર આપવા સહમતિ આપી હતી.
સંસ્થા દ્વારા કરવામાં આવેલ રજુઆતમાં સમય ડો. રવિ ધાનાણી, પુજા મહેતા, કેવલ મહેતા, પુનમ લીબાસીયા, ધ્રુવ રાવલ, હિરેન મંગલાણી સહીતના થેલેસેમીક બાળકો હાજર રહ્યા હતા.રકતદાન પ્રવૃતિમાં છેલ્લા દોઢ દાયકાથી અગ્રેસર સંસ્થાના પ્રતિનિધિઓએ સીવીલ હોસ્પિટલમાં સમયાંતરે કેમ્પ કરાવી આપવાની પણ ખાત્રી આપી હતી.